(અમિત પટેલ.અંબાજી)
ગુજરાતના સૌથી પછાત તાલુકા ની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો ગુજરાતનો સૌ પ્રથમ પછાત તાલુકો તરીકે ઓળખાય છે , આ તાલુકામા જીતપુર ગામ આવેલુ છે અને અહીંની સરકારી શાળામાં પહાડસિંહ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમના દીકરા એટલે લલીતસિંહ જેમને પોતાનું બાળપણ દાંતા તાલુકામાં વિતાવ્યું અને ત્યારબાદ આજ તાલુકા મા તેવો પીએસઆઈ થઈ હડાદ ખાતે પોસ્ટીગ મા આવ્યા અને પોતાની દેશ પ્રત્યેની તેમની સેવા ઉપરી અધિકારી સૂધી પહોંચી હતી અને એલ પી રાણા અંબાજી થી હવે સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈ તરીકે સેવા આપવા જશે, આજે તેમની બદલી નો ઓર્ડર થયો છે અને અંબાજી ના લોકોમાં દુઃખ પણ જોવા મળેલ છે, હજી આ ધામને આ ઑફિસરની સેવા ની જરૂર હતી, ખેર સરકારી નોકરીમાં બદલી તો પર્યાય બની ગઈ છે પણ ચોક્કસ પણે કહી શકાય છે કે સારા અઘિકારી ની છાપ આજીવન યાદ આવે છે.
અંબાજી પોલીસ સ્ટેશન મા લગભગ 11 મહીના સુધી આ અઘિકારીએ સારી કામગીરી કરી હતી આ પહેલા 5 મહીના હડાદ ખાતે અને તે પહેલાં 9 મહીના છાપી ખાતે નોકરી કરી પોતાની સરસ છાપ મુકેલ છે, દરેક નાના થી નાના લોકો અને સ્ટાફ ને માન આપનાર અઘિકારી આવનારા સમયમાં પીઆઈ બની ફરીથી દાંતા તાલુકામાં આવે તેવી અંબાજી ના લોકો અને દાંતા તાલુકાના લોકો માતાજીને પ્રાથના કરી રહ્યા છે,બનાસકાંઠા જિલ્લામાં લગભગ 3.5 વર્ષ સેવા આપી હતી, અંબાજી ખાતે પણ તેમની સેવા યાદગાર રહી હતી. છેલ્લે વી મિસ યુ સર ઓલવેઝ