(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ 2 મહિના બંધ રહ્યા બાદ માઈ ભક્તો માટે 12 જૂનના રોજ થી ફરીથી ખુલ્યું છે ત્યારે અંબાજી ખાતે વિદેશી દારૂ અને દેશી દારૂની રેલમછેલમ શરૂ થતા અંબાજી પોલીસ બુધવાર સાંજના રોજ સિંઘમ બની ગઈ હતી અને તેમને 3 સ્થળો પર પ્રોહીબીશન એક્ટ અનુસાર વિદેશી દારૂ અને દેશી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીને પગલે અંબાજીમાં બે નંબર નો વ્યવસાય કરતા લોકોમાં ડર જોવા મળ્યો હતો, જેમ વહીવટીતંત્ર દ્વારા પ્રસાદના વેપારીઓ માટે નિયમ અને સ્કોડ બનાવવામાં આવી છે તેવીજ રીતે અંબાજી ખાતે વિદેશી દારૂ અને દેશી દારૂ કાયમી ધોરણે બંધ થાય તે માટે પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર શરૂ કરવાની માંગ પ્રબળ બની છે.
અંબાજી નજીક જાંબુડી બોર્ડર અને છાપરી બોર્ડર હોવાથી આ ધામમા આસાનીથી વિદેશી દારૂ મળી જાય છે, અંબાજી આઠ નંબર વિસ્તારમા ટીનીયો (બિપીન)ઠાકોર માથાભારે બુટલેગર તરીકે ની છાપ ધરાવે છે અને આ વિસ્તારના લોકો આ બુટલેગર થી ભારે હેરાન પરેશાન થઈ ગયા છે તેમ છતાંય આ બુટલેગર કોઈને ગણતો નથી અને પોતાનાં પાર્લર મા ગેર કાયદેસર વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે, આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અંબાજી પોલીસનાં 3 કોન્સ્ટેબલ અહી અવારનવાર આવે છે પણ તેના ઊપર કેસ કરતા નથી અને અમે આ બદી થી ભારે હેરાન પરેશાન થઈ ગયા છીયે, અંબાજી પોલીસને કેમ ટીનીયા જૉડે વિદેશી દારૂ મળ્યો નહી, દેશી દારૂ નો કેસ કરી સંતોષ માણવો પડ્યો. અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ અંબાજી પોલીસ સ્ટેશન મા એક વ્યક્તિ લાઈનો ચલાવી રહ્યા છે.
@@ બુધવારે સાંજે અંબાજી પોલીસની ડ્રાઇવ @@
1. જયઅંબે લોજ મા મહીલા સામે વિદેશીદારૂ નો ગુન્હો નોંધ્યો
અંબાજી થી ગબ્બર માર્ગ પર સંસ્કૃત પાઠશાળા પાસે જયઅંબે લોજ મા અંબાજી પોલીસે રેડ કરતા હોટલ ની અંદરના ભાગે ઓરડીમાં મંદિરની બાજુમાં ઓટલો આવેલો છે જે ઓટલામાં ઍક માટલું દાટેલું હોઈ તેમા પોલિસે તપાસ કરતા 11 વિદેશી દારૂની બોટલ ઓફીસર ચોઇસ ક્લાસિસ 180 એમએલ જે માત્ર રાજ્સ્થાનમા વેચાણ થઈ શકે તેમ છતાય આ હોટલ મા માથાભારે મહિલા વિદેશી દારૂ રાખી વેચાણ કરતી હતી અને આ હોટલમાં નોનવેજ પણ બનાવતી હોવાની વાત આસપાસ ના લોકોએ કરી છે.
અંબાજી પોલિસે મૂળ રાજસ્થાન ઘંટાઘર (જોધપુર)અને હાલ અંબાજી ભાટવાસ ખાતે રહેતી પ્યારીબેન ફૂલારામ વિશનોઈ સામે કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી. આમ અંબાજી ખાતે આ માથાભારે મહિલા સામે અંબાજી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.
2. ટીનીયો ઠાકોર સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો
અંબાજી પોલીસ દ્વારા આઠ નંબર વિસ્તારમા બૂધવારે સાંજે ટીનીયા ઠાકોર ના પાર્લર મા તપાસ કરતા દુકાનના ખૂણામાથી કપડાંની થેલી જોતાં તેમાં સફેદ કલરની વસ્તુઓ જોવા મળી હતી અને તેમા માત્ર દેશી દારૂ ની 9 થેલી મળી આવી હતી અને આ દેશી દારૂ માત્ર 180 રૂપિયા નો મળી આવ્યો હતો જેની સામે અંબાજી પોલીસે ટીનીયો (બિપીન) સોમાજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટીનીયા ઠાકોર ને ત્યાં પોલીસ રેડ કરવાં ગઇ ત્યારે વિદેશી દારૂ કેમ મળ્યો નહી, અંબાજી આઠ નંબર વિસ્તારમા ચાલતી ચર્ચા મુજબ અંબાજી પોલીસનાં 3 કોન્સ્ટેબલ ની ટીનીયા સાથે ની મિત્રતા જગ જાહેર છે અને પોલીસ રેડ કરવાં આવી ત્યાં સુધી ટીનીયા ને કોને માહીતી આપી તેની જીલ્લા પોલીસવડા તટસ્થ તપાસ કરાવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. આટલા મોટા બુટલેગર પાસે માત્ર 180 રૂપિયાનો દેશી દારૂ મળે તે વાત ગળે ઉતરતી નથી, ટીનીયા ઠાકોર ની ડંફાસો કે હુ મોટાં મોટાં પોલીસને અને મોટાં મીડિયા ને સાચવું છું કોઇ મારુ બગાડી શકે તેમ નથી.
3. રિંછડી ધાર માથી દેશી દારૂ પકડાયો
અંબાજી પોલીસને માહીતી મળી હતી કે રિંછડી ધાર વિસ્તારમા બાબુભાઈ નાનાભાઈ રાઠોડ પોતાનાં ઘર ની પાછળ દેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે આધારે પોલીસે રેડ કરતા ઘર પાછળ થી દેશી દારૂ ની 2 થેલી મળી આવી હતી જેની પાસે 40 રૂપિયાનો દેશી દારૂ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.