💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા,, પો.સબ ઇન્સ.શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા કાર્યવાહી કરવી વિગેરે સુચનાઓ આપેલ હતી.
💫 આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્રભાઇ ચૌહાણને ખાનગીરાહે હકિકત મળેલ કે,સીકંદરભાઇ ઉર્ફે સીકો અબ્દુલભાઇ સુમરા રહે.શેરી નંબર-૭,મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગરવાળો ભાવનગરવાળો તેનાં ઘર પાસે જાહેરમાં રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમોને બહારથી બોલાવી નાળ ઉઘરાવી ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર-જીત કરી જુગાર રમાડે છે. જે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૯,૨૦૦/-નાં મુદ્દામાલ મળી આવેલ.
(૧) શાહરૂખભાઇ યુસુફભાઇ સૈયદ ઉ.વ.૨૧ રહે.શેરી નંબર-૦૭,મોતી તળાવ, ભાવનગર
(૨) ઇલીયાસભાઇ ઉર્ફે ઇલુ યુનુસભાઇ ગૌરી ઉ.વ.૨૬ રહે.હાઉસીંગ બોર્ડ, કુંભારવાડા, નારી રોડ,ભાવનગર
(૩) વાહીદભાઇ રફીકભાઇ રાઠોડ ઉ.વ.૨૯ રહે.ડો.અંધારીયાના દવાખાનાની પાછળ, જુની માણેક વાડી,ભાવનગર
(૪) અહેમદભાઇ સાબીરખાન પઠાણ ઉ.વ.૩૫ રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર
(૫) ઇરફાનભાઇ ઉર્ફે ચાંદ કાસમભાઇ રાઠોડ ઉ.વ.૩૬ રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર
(૬) શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણ ઉ.વ.૨૭ રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર
(૭) મુનાફભાઇ અલારખભાઇ બેલીમ ઉ.વ.૩૫ રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર
(૮) જાહીદભાઇ ઉર્ફે દીલીપ હબીબભાઇ સૈયદ ઉ.વ.૪૧ રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર
💫 આ રેઇડ દરમ્યાન હાથ-કાંપનો જુગાર રમાડનાર સીકંદરભાઇ ઉર્ફે સીકો અબ્દુલભાઇ સુમરા રહે.શેરી નંબર-૦૭, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગરવાળો હાજર મળી આવેલ નહિ.જેથી તેને પકડવા ઉપર બાકી રહેલ.
💫 આ તમામ ઇસમો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 _આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજા સાહેબ,એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. ઘનશ્યામભાઇ ગોહિલ,વનરાજભાઇ ખુમાણ, મહેન્દ્દભાઇ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, સાગરભાઇ જોગદિયા, રાજેન્દ્દસિંહ સરવૈયા, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં._