Breaking NewsCrime

મનપસંદ જીમખાના પર વારંવાર રેડ થાય છે, પકડાય છે પણ ફરી શરૂ થઈ જાય છે. ડીજી વિજિલન્સે રેડ કરી પણ ભોગ કોનો લેવાશે? ગોવિંદ પટેલ ઉર્ફે ગામાનો કે વિસ્તારના પીઆઇનો? ગોવિંદ પટેલ પર કોના આશીર્વાદ?

અમદાવાદ: અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ટ્રસ્ટની આડમાં ચાલતા મનપસંદ જીમખાના (જુગારધામ) કે જે દરિયાપુર પોલીસની સીધી રહેમ નજર હેઠળ ચાલતું હતું. આ જુગારધામ ઉપર ગાંધીનગરની વિજિલન્સે રેડ કરી 150 થી વધુ જુગારીઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. વિજિલન્સની આ રેડમાં રોકડ રકમ,વાહનો, અને અન્ય વસ્તુઓ સહીત અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે..આશ્ચર્યની બાબત એ છે કે દરિયાપુર પોલીસની નાક નીચે રમાતા આટલા મોટા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસની નજર કેમ અત્યાર સુધી ના પડી? સૂત્રો મુજબ આ મનપસંદ જીમખાનામાં જુગારધામ દરિયાપુર પોલીસ અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ થીજ ધમધમતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં રથયાત્રા લઈને હાલમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક ક્રાઈમ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઝોનના ડીસીપી, એસીપી,અને પીઆઇને હાજર રાખી શહેરમાં ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર ચાંપતી નજર રાખી અસામાજિક તત્વો, દારૂના અડ્ડાઓ, જુગારધામો, ગાંજા, અફીણ, અને અન્ય બીજા નશીલા પદાર્થોના દુષણો ડામવા સલાહ સૂચનો આપ્યા હતા. જેના લીધે શહેરમાં કાયદા અને વ્યવ્યસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેની ખાસ નોંધ કરાવી હતી. તેમ છતાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની મીલીભગતના કારણે હજુય કેટલાય મોટા જુગારધામો અને દેશી -વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હશે એ વાત માનવામાં આવે તેમ કહી શકાય. અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જુગારના નામી મોટા સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાના જુગારધામ મનપસંદ જીમખાના ઉપર ગાંધીનગરની ડીજી વિજિલન્સની ટીમે અચાનક રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી.વિજિલન્સની રેડમાં 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ રેડમાં જુગારીઓ પાસેથી રોકડ રકમ અને મુદ્દામાલ સહીત અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાનો સૂત્રો જણાવી રહ્યા છે. માલિક ગોવિંદ પટેલ અને પત્ની ફેમિના હાલ ફરાર થઈ ગયા છે. 1 મકાન ટ્રસ્ટના નામે અને અન્ય 1 મકાન ગોવિંદ પટેલના દાદાના નામે અને અન્ય મકાન ભાડાના લીધા હોવાનું મળી કુલ 8 મકાનમાં આ જુગાર ચાલતો હતો અને સીસીટીવી સાથે છેલ્લા 6 મહિનાથી આ જુગરધામ ચાલી રહ્યાં હોવાનું લોકમુખે જાણવા મળી રહ્યું છે. રેડ દરમ્યાન 180 જેટલા લોકોની ધરપકડ, 10.99 લાખ રોકડા મળી 15 વાહનો, 1 રીક્ષા, 145 મોબાઈલ, 15 ફોર વહીલર કબજે કરવામાં આવ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનથી સંલગ્ન તંબુ પોલીસ ચોકીથી માત્ર થોડા જ અંતરે ચાલતા મનપસંદ જીમખાના આખા અમદાવાદમાં ચાલતું મોટું જુગારધામ છે જેમાં અગાઉ પણ ઘણા અધિકારીઓ દ્વારા ઘણી વાર રેડ કરવામાં આવી છે તેમ છતાં આ જુગારધામ ફરી ધમધમવા લાગી જાય છે તેના ઉપર કોના આશીર્વાદ છે તે નથી સમજાતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ તો મનપસંદ જીમખાના જુગારના ક્લબની તો તેના માલિક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસ તંત્રમાં અને મોટા નેતાઓ સાથે ધરોબો ધરાવે છે અને તમામને મસમોટા હપ્તાઓ પહોંચતા કરે છે. જેથી અમુક ભ્રષ્ટ મોટા પોલીસના અધિકારીઓના અને સ્થાનિક વહીવટદારોના સીધા આશીર્વાદથી આ જુગારની કલબ ચાલે છે. જેમ માધવપુરામાં દાઉદ ઈબ્રાહીમ મિયાણાનો વરલી મટકાનો જુગાર ધમધમે છે તેવી લોકચર્ચા છે.

આના અગાઉ વિજિલન્સ દ્વારા માધવપુરામાં પણ રેડ કરી હતી. જેમાં 20 થી વધુ જુગારીયાઓ અને 2 લાખ થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વિજિલન્સ દ્વારા કરાયેલી રેડમાં તપાસ હાથ ધરાતા માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. બી. બારડ અને માધવપુરા પોલીસની સંડોવણી બહાર આવી હતી. જેથી કરીને પીઆઈને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરી દેવાયા હતા. ભૂતકાળમાં પણ માધવપુરા વિસ્તારમાં દરીયાખાન ધુમ્મટ પાસે ચાલતા ગની અને દાઉદ ઈબ્રાહીમ મિયાણા નામના જુગાર સંચાલકો સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક પોલીસ અને જુગારના સંચાલકોની મીલીભગતના કારણે કોઈ સચોટ કાર્યવાહી કરાતી ના હોવાના કારણે માધવપુરા વિસ્તારની જાગૃત મહિલાઓ દ્વારા સ્વયંમ રેડ કરી જુગારીઓના વાહન સળગાવી દેવામાં આવ્યા હતા. જે મામલો વધુ બીચકાતા ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર બાબતે ધ્યાન દોરતા માધવપુરા પોલીસની સીધી સંડોવણી હોવાનું જાણવા મળતા જે તે સમયના પીઆઈ ખીલેરીને પણ સસ્પેન્ડ કરાયા હતા તો સરદારનગર માં ડીજી વિજિલન્સની રેડ થઈ હતી અને સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શેખને પણ સસ્પેન્ડ કરાયા હતા.

ગુજરાતની રાજ્ય સરકાર દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ પણે ડામી દેવા કટીબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા આ દારૂ જુગારની બદીઓનું દુષણ ડામવાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસને સોંપી હોવા છતાં અમુક મોટા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અમુક નાના મોટા પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનનોના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતા બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરી સમગ્ર ગુજરાત પોલીસ ઉપર લાંછન લગાડવાની કોઈ કસર નથી છોડતાં.

જો આટલું મોટું જુગારધામ ગાંધીનગરની ડીજી વિજિલન્સ ઝડપી પાડતી હોય તો શુ અમદાવાદની અન્ય પોલીસ એજન્સીઓને આ જુગારધામ વિશે કોઈ જાણ નહી હોય? એ વિચારવા જેવો પ્રશ્ન છે.

અમદાવાદના દરિયાપુરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા મનપસંદ જીમખાના જુગારની કલબમાં ડીજી વિજિલન્સ દ્વારા રેડના લીધે સમગ્ર અમદાવાદ પોલીસતંત્રમાં હાહાકાર મચી ગયો છે. કારણકે 150 થી વધુ જુગારીઓ અને અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાની સૂત્રો દ્વારા જાણકારી સામે આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે દરિયાપુર પોલીસની ભૂમિકા શુ છે? આટલા મોટા જુગારધામને ચલાવવાની મંજૂરી કોણે આપી? શુ આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પી. આઈ. અને વહીવટદારોની સીધી સંડોવણી છે? આ જુગારધામ ઉપર અગાઉ પણ રેડો પડી હોવા છતાં કોના આશીર્વાદથી આ જુગારધામ બંધ થાય છે અને ફરી ધમધમે છે.

જયારે કોઈ બહારની એજન્સી દારૂ કે જુગારના અડ્ડાઓ ઉપર રેડ કરતી હોય છે ત્યારે સ્થાનિક પી. આઈ. સામે તપાસ સોંપવામાં આવે છે, જેમાં અમુક પી. આઈ. ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો શુ દરિયાપુરના પી. આઈ. સામે પણ કડક તપાસ હાથ ધરવામાં આવશે? આવા અનેક સવાલો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. ચોક્કસ પણે કહી શકાય કે ડીજી વિજિલન્સ દ્વારા દરિયાપુર વિસ્તારમાં રેડ કરી મોટું જુગારધામ ઝડપી પાડી ખુબજ પ્રસંસનીય કાર્યવાહી કરી છે પરંતુ આ રેડના લીધે સ્થાનિક દરિયાપુર પોલીસ અને અમદાવાદ પોલીસ તેમજ અન્ય એજન્સીઓની ભૂમિકા ઉપર જરૂરથી અનેક સવાલ ઉભા થયા છે ત્યારે અધિકારીઓ દ્વારા જુગારધામ સંચાલક અને સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ ઉપર કેવા પ્રકારના આકરા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. પણ એમ વિચારી શકાય કે સરવાળે વિસ્તારના પીઆઇ સસ્પેન્ડ થશે ગોવિંદ પટેલ ઉર્ફે ગામો ફરાર રહેશે પછી હાજર થશે અને છૂટી જશે અને પછી.. પછી શું ફરી જુગરધામ ચાલુ થઈ જશે? આમાં ગયું તો ગયું કોનું? ભોગ લેવાયો તો કોનો લેવાયો? વિચારજો… શું ખાતરી કે ત્યાં ફરી જુગરધામ નહીં શરૂ થાય?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *