Breaking NewsLatest

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોટાદના સાળગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે આવ્યા હતા અને દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞ મા ભાગ લીધો હતો અને સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી

બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા ના સાળગપુર ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે તયા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળગપુર આવ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. સાળગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞમાં વિજય રૂપાણી એ હાજરી આપી હતી અને યજ્ઞની પૂરણાહુતી મા બેસી આરતી ઉતારી હતી જયારે હનુમાનજી મંદિર ના કોઠારી સહિતના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ નુ સનમાન કર્યુ હતું. મુખ્યમંત્રી ના સાળગપુર હનુમાનજી મંદિરે પ્રવાસ દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જયારે ૫ વર્ષ ના બાળક આર્યન ભગત જેણે સાળગપુર હનુમાનજી મંદિરના ઈતિહાસ વિષે મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો
આવતીકાલથી અષાઢ માસની શરૂઆત થાય છે ત્યારે આજના પવિત્ર દિવસે કષ્ટભંજન દાદાના દર્શન તેમજ મારૂતિ યજ્ઞ ની પૂરણાહુતી મા આહુતિ આપી પાર્થના કરી કે સમગ ગુજરાત કોરોના મુકત બને તેમજ સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય જેથી ખેડુતો સમરુધ બને તેમજ રાજયના તમામ લોકો સુખી સમરુધી બને તેમાટે દાદા પાસે પાર્થના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું

રિપોર્ટ બાય જકિર મીર અને જયરાજ ડવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *