ગુજરાત મા દારુબંધી છે ત્યારે ગુજરાતમા અવનવા પ્રયોગો કરી લોકો દારૂ ઘુસાડવા માટે કિમિયા અજમાવીને દારૂ ગુજરાત મા લાવી રહ્યાં છે અને મોઘાં ભાવે બ્લેક મા દારુ વેચી રહ્યા છે, ત્યારે આવા લુખ્ખા તત્વો બોર્ડર નો ઉપયોગ કરી બીજા રાજ્ય થી ગુજરાત મા દારૂ લાવી રહ્યાં હોવાની માહિતિ આજે રાજસ્થાન પોલીસને થતાં તેમને પાલનપુર અને માવલ બોર્ડર પર ઍક આયસર ટ્રક ને ચેક કરતા તેમાથી 190 કાર્ટૂન વિદેશી દારૂ મળી આવ્યો હતો અને 2 લોકો ની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રક જપ્ત કરાયો હતો.
માવલ પોલીસ ચોકી પર રિકકો પોલીસનાં જવાનો દ્વારા દરેક વાહનોનુ ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આજે બપોરે રાજ્સ્થાન તરફથી ગુજરાતમા પ્રવેશતા પહેલા સિરોહી એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ ની સુચનાથી અહી હાજર પોલીસે ચેક કરતા ટ્રક માથી હરિયાણા બ્રાન્ડ નો વીદેશી દારૂ મળી આવ્યો હતો. ટ્રક નંબર આરજે 19 જીઇ 2779 માથી પોલિસે દારૂ પકડી કાયદેસરની કાયૅવાહી કરી હતી અને 2 લોકોની ઘરપકડ કરી, ટ્રક જપ્ત કર્યો હતો. સિરોહી એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ જિલ્લામા આવતાં જીલ્લામા તેમની ટીમ સુંદર કામગીરી કરી રહી છે.
@@ પકડાયેલા આરોપીઓ @@
1. પ્રકાશ નાથારામ બિશનોઈ, જોધપુર
2. શ્રીરામ ચીનારામ બિશનોઈ, જોધપુર
@@ પોલીસ ટીમ @@
રીક્કો આબુરોડ પોલીસ સ્ટેશન એ આયસર ટ્રક માથી રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વિસ્કી 190 કાર્ટૂન જપ્ત કર્યા હતા. આ ટીમ મા
1. બાલભદ્ર સિંહ
2. દેવારામ
3.મહેન્દ્ર સિંહ
4. શાંતિલાલ