અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને અને આત્મનિર્ભર ભારત માટે મોટું પ્રોત્સાહન. સંરક્ષણ મંત્રીએ DRDOને અભિનંદન પાઠવ્યા
આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે અને ભારતીય સૈન્યને વધારે મજબૂત બનાવવાની દિશામાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ 21 જુલાઇ 2021ના રોજ સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવેલી ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલને એક મેન પોર્ટેબલ લોન્ચર થર્મલ સાઇટ સાથે એકીકૃત કરીને લોન્ચ કરવામાં આવી હતી અને સાથે જ લક્ષ્યને એક ટેન્કની જેમ તૈયાર કરવામાં આવ્યું હતું. મિસાઇલે સીધો પ્રહાર કર્યો હતો અને લક્ષ્યને સચોટ રીતે ઓળખી કાઢ્યું હતું. આ પરીક્ષણે લઘુતમ રેન્જને સફળતાપૂર્વક માન્યતા આપી છે. મિશને પોતાના તમામ ઉદ્દેશો પૂરાં કર્યાં છે. મિસાઇલનું મહત્તમ રેન્જ માટે પહેલાંથી જ સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.
મિસાઇલને ઉન્નત એવોયનિક્સ સાથે અત્યાધુનિક મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સાતે રાખવામાં આવી છે. આ પરીક્ષણ પછી દેશ સ્વદેશી થર્ડ જનરેશનની મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું નિર્માણ કરવાના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે.
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે આ સફળ પરીક્ષણ બદલ DRDO અને ઉદ્યોગજગતને અભિનંદન પાઠવ્યા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સતીષ રેડ્ડીએ ટીમને આ સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે.