દાંતા પોલીસ સ્ટેશન ખાતે 23/1/2021 ના રોજ એક યુવા પોલીસ ઓફીસર એચ એલ જોષી ચાર્જ ગ્રહણ કરે છે અને દાંતા તાલુકાના તમામ લોકોનું ટુંકા સમયમાં દિલ જીતી લે છે. દાંતા પોલીસ સ્ટેશન મા અત્યાર સુધી વિવિઘ પોલીસ સબ ઇન્સ્પેકટર આવ્યા અને બદલી થતા અન્ય વિસ્તારમા ગયા પણ આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ જોષી સાહેબ તાલુકા પ્રત્યે ઍક અલગ છાપ છોડી ગયાં છે, આજે દાંતા પોલીસ સ્ટેશન મા એચ એલ જોષી સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને આજે દાંતા પોલીસ સ્ટેશન પર હાજર થયેલા નવા પીએસઆઇ એસ જે દેસાઈ એ ચાર્જ ગ્રહણ કર્યો હતો.
દાંતા જેવા પછાત ગણાતા તાલુકામાં વિવિઘ પોલીસ અધિકારીઓ આવ્યા અને ગયા પણ દાંતા વાસીઓ માટે આજનો દિવસ થોડો દુઃખદ રહયો હતો કારણકે 23/1/2021 ના રોજ હાજર થયેલા દાંતા પીએસઆઈ એચ એલ જોષી સાહેબ આવ્યા ત્યારથી પોતાના સુંદર સ્વભાવ અને માન સન્માન આપવાની પરંપરા ને લીધે આખા તાલુકામાં પ્રસિદ્ધ થયા હતા અને પોલીસ સ્ટેશન ખાતે આવતા તમામ લોકો સાથે સારી રીતે વાતચીત કરી તમામ ના હૃદય માં સ્થાન બનાવી લીધું હતું અને આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ, રાજકીય નેતાઓ, આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહી શુભેચ્છા પાઠવી હતી અને જોષી સાહેબ સીહોરી ખાતે નિકળી ગયા હતા.
:- હાથ ને ફેક્ચર થયુ તોય નોકરી પર સમયસર આવી જતા :-
દાંતા ખાતે ટુંકા સમય માટે આવેલા યુવા પીએસઆઈ એચ એલ જોષી સાહેબ ની કામગીરી સુંદર રહી હતી અને તેમને થોડા દિવસો અગાઉ હાથ નાં ભાગે ફ્રેકચર થયું હોવા છતાં સમયસર પોલીસ સ્ટેશન પર આવી જતાં હતાં અને લોકો ની મુલાકાત સાથે પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને માર્ગદર્શન આપતાં હતા
:- જોષી સાહેબ આવજો દાંતા વાસીઓ કહી, સિહૉરી ગયા :-
જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં દાંતા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ તરીકે સુંદર કામગીરી કરનારા જોષી સાહેબ આજે સિહોરી બદલી થતાં સિહોરી નીકળ્યા હતા તે અગાઉ દાંતા વાસીઓ ને આવજો કહ્યું હતું અને આ વિસ્તાર અને આ વિસ્તારનાં લોકો ને હુ ક્યારેય ભૂલીશ નહિ તેવુ કહી આવજો સાથે નીકળ્યા ત્યારે હાજર લોકોની આંખો માં આસું જૉવા મળ્યાં હતા.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી