જામનગર: , રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્યશ્રી ડો. રાજુલબેન એલ દેસાઈએ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સેન્ટર ખાતેની મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
સભ્યશ્રીએ સખી વન સ્ટોપ સેન્ટરની વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને સેન્ટર ખાતે રહેલી પીડિત મહિલાઓ સાથે તેમના પ્રશ્નો વિશે સહ્રદયપૂર્વક વિગતવાર ચર્ચા કરી સમાધાનલક્ષી નિર્ણય અંગે અધિકારીશ્રીને સૂચન કર્યું હતું. સભ્યશ્રીએ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે આવશ્યક દરેક પગલા લેવા અને સ્ત્રીઓને કાયદાકીય માર્ગદર્શન વધુ મળી રહે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.


















