અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે અંબાજી આસપાસ રાજસ્થાન સરહદની બોર્ડર આવેલી હોઇ કેટલાક લોકો બે નંબરના વ્યવસાય સાથે પણ જોડાતા હોય છે જેને પોલીસ સફળ થવા દેતી નથી આવો જ એક દારૂનો પર્દાફાશ પોલીસે કર્યોછે જેમાં બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા સાહેબ તથા
બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ તથા
એ.એસ.પી શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દારૂના વેચાણ કરતા ઈસમો વીરૂધ્ધ કાયદેસર કરવા સુચના આપેલ હોય જેથી શ્રી પી.કે લિંબાચીયા I/C પો.ઈંન્સ. અંબાજીના માર્ગદર્શન હેઠળ અંબાજી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જયંતીસીંગ મેવાસીંગ તથા અ.પો.કો જયેશકુમાર ગણપતલાલ તથા અ.પો.કો પ્રકાશકુમાર હરગોવિંદભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહીઅંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કુભારીયા રોડ ઉપર આવેલ ક્રીષ્ના હીલ ફલેટના કાચવાળા સ્ટ્રોરરૂમમાંથી આ કામના આરોપી સવાજી જુમાભાઈ ડુગાઈસા રહે કુભારીયા તા દાંતાવાળાના કબજામાંથી ભારતીય બનાવટનો ગે.કા વગર પાસ પરમીટનો વીદેશી દારૂ ઓફીશર ચોઇસ કલાસીક વિસ્કી ૧૮૦ એમ.એલની બોટલ નંગ-૩૩ જેની કી.રૂ.૩૭૯૫/ નો મળી આવતાં આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી