શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મ થયો હતો. રાત્રે બાર વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સ્કૂલોમાં ભગવાન શ્રીકૃષ્ણનું જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવી છે ભગવાન શ્રીકૃષ્ણની છબી શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવી હતી…
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો અવસર તમામ લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થાય છે.
શ્રાવણમાં એક પછી એક અનેકો તહેવાર આવતા હોય છે.જન્માષ્ટમી દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે
શ્રાવણની વદ અષ્ટમી એટલે જન્માષ્ટમી શ્રી ક્રિષ્નાના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ઉષાથી ઉજવાતો તહેવાર છે આ વાર્ષિક હિન્દુ તહેવાર શ્રી વિષ્ણુનો આઠમો અવતાર શ્રીકૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ખ્ગોરિયન પંચાંગ અનુસાર ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આવતો તેવાર છે દ્વારિકા અને મથુરા સહિત ભારતભરના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણની પૂજા અર્ચના બજન કીર્તન અને આરતીનો કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી સુરતમાં પણ અનોખી રીતે કરવામાં આવી રહી છે સ્કૂલોમાં કોરોના કારણે જન્માષ્ટમીનો તહેવારની ઉજવણી ઓનલાઈન પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સુરતના અઠવા ગેટ ખાતે આવેલી વનિતા વિશ્રામ સ્કૂલમાં જન્માષ્ટમીનું પર્વની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ થી લઈ રાસ ગરબા મટકીફોડ રાસલીલા રચાઈ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના પ્રિન્સિપલ જ્યોતિકા બેન સહિત શિક્ષકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું નાટ્ય રૂપાંતર કરી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર જન્માષ્ટમીને અવગત કરાવવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો રાધાકૃષ્ણ અને બાલગોપાલ કૃષ્ણ બની ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરાવ્યા હતા.
સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.
કોરોના ના કારણે જન્માષ્ટમીનો તેવાર ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ઉજવવામાં આવ્યું.
વિષ્ણુનો આઠમો અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.
આનંદ ગુરવ……સુરત