શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની મા અંબાનું પવિત્ર અને પ્રાચીન યાત્રાધામ છે. આ ધામ મા માં અંબા નું વિશાળ મંદીર આવેલુ છે. અંબાજી ખાતે હાલમાં શ્રાવણ માસ હોઈ અહિ વિવિઘ શિવ મંદિરો પણ આવેલા છે ત્યારે શિવ ભક્તો મોટી સંખ્યામાં ભોલેનાથ ના દર્શન કરવા જઈ રહ્યા છે. આજે શીતળા સાતમ હોઇ વહેલી સવારથી વિવિઘ શીતળા માતાજીના મંદિર ખાતે લોકો માતાજીને ઠંડુ જમવાનું ધરાવવા ગયા હતા અને શીતળા માતાજીની આરાધના કરી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તકના શીતળા માતાજીનું મંદિર આબુરોડ માર્ગ પર આવેલું છે. આ મંદિર ખાતે આજે શીતળા માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરને રંગબેરગી ફુલો થી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખાતે જયેશ ભાઈ દવે મહારાજ દ્વારા શીતળા સાતમ નિમિતે માતાજીની આરાધના કરવામાં આવી હતી અને ભકતોને આશિર્વાદ આપવામા આવ્યા હતા, આ વખતે કોરોનાને લીધે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવા આવ્યા હતા અહી અગ્રવાલ સમાજ દ્વારા ભક્તો માટે પ્રસાદી આપવામાં આવી હતી
રાજેશ્રી પી પૂજારી અંબાજી