શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ સંસ્થાઓ કાર્યરત છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ અંબાજી પણ છેલ્લા 22 વર્ષ કરતાં વધુ સમયથી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. અંબાજી ખાતે 29 ઓગસ્ટના રોજ ગણેશ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંબાજીના લોકપ્રિય વકીલ અમિતભાઈ જોશી નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો એમાં મોટી સંખ્યામાં તેમાના શુભેચ્છકો અને મિત્રો હાજર રહી તેમને શુભકામનાઓ પાઠવી હતી.
લાયન્સ ક્લબ ઓફ અંબાજીના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ અમરતભાઈ જોશી નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ઇન્સ્ટોલીંગ ઓફિસર ડોક્ટર યોગેશ ભાઈ દવે અને મુખ્ય અતિથિ તરીકે સિનિયર એડવોકેટ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યશવંતભાઈ લેખરાજભાઈ બચાણી ખાસ હાજર રહ્યા હતા આ સિવાય પૂર્વ લાયન્સ પ્રમુખ ઘનશ્યામ ભાઈ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીના સિનિયર આગેવાનો ભદ્રેશભાઈ પંડ્યા, ધર્મેન્દ્ર ભાઈ રાજપુત, ભરતભાઈ પંચાલ, પ્રફુલ્લભાઈ ખમાર, અર્જુનભાઈ ભોજક, દિલીપભાઈ ચૌધરી, અંબાજીના સિનિયર પત્રકાર અમૃતભાઈ જોશી સહિત આગેવાનો હાજર રહી નવનિયુક્ત પ્રમુખ અમીતભાઈ જોશીને શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 22 વર્ષ કરતાં વધુ સમયથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં લાયન્સ ક્લબ ની કામગીરી ઘણી સારી રહી છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પણ મેડિકલ સેવા કેમ્પ અને covid-19 દરમિયાન રાશન કીટ વિતરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સેવાકીય કાર્યો કરવામાં સૌથી આગળ હોય છે નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ની કામગીરી હજુ પણ આગળ ચાલુ રહેશે આ કાર્યક્રમમાં હાજર મહેમાનો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઇ કાર્યક્રમ પૂર્ણ થયો હતો ,આવનાર મહેમાનો માટે ભોજન સમારંભ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજે શ્રી પી પૂજારી અંબાજી