શક્તિપીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાનુ ગોલ્ડન ટેમ્પલ આવેલું છે અંબાજી ખાતે માઅંબા ના ભક્તો દર્શન કરવા દૂર-દૂરથી આવી રહ્યા છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે અંબાજી થી લગભગ દોઢ કિલોમીટર દૂર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મસ્તકનું પ્રાચીન અને પૌરાણિક કુંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી કુંભેશ્વર યુવક મંડળ તરફથી મંદિરમાં સેવા આપવામાં આવે છે આજે શ્રાવણ માસના ચોથા સોમવારે બરફનો ઉપયોગ કરીને અમરનાથ બનાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી થી દોઢ કિલોમીટર દૂર કુંભારિયા ગામ ખાતે પ્રાચીન અને પૌરાણિક કુંભેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે આ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. 30 ઓગસ્ટના રોજ શ્રાવણ માસ નો ચોથો સોમવાર કોઈ શિવભક્તો અહીં દર્શન કરવા આવ્યા હતા આ મંદિર ખાતે કુંભેશ્વર યુવક મંડળ તરફથી છેલ્લા 13 વર્ષથી સેવા આપવામાં આવે છે . સોમવારના પવિત્ર દિવસે 1000 કિલો બરફ અને 2 કિલો ઘીના ઉપયોગથી બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા ,મોટી સંખ્યામા શિવભકતો દર્શન કરવા આવ્યા હતા મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. દર્શન કરવા આવેલા ભક્તો માટે ફરાળી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
રાજે શ્રી પી પૂજારી અંબાજી