શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ પુર્ણ થયો છે ત્યારે અંબાજી ખાતે ભક્તો નુ ઘોડાપુર ઉમટ્યું હતુ. શ્રાવણી અમાવાસ ના બે દીવસ અગાઉ ખેડા જિલ્લાના ભક્તો વર્ષો થી અંબાજી આવે છે અને માતાજીનાં મંદિરે અન્નકુટ ધરાવીને ધજા અર્પણ કરે છે. ભાદરવી મહાકુંભ યોજાવા બાબતે સરકાર દ્વારા કેબિનેટ બેઠક મા કોઇ નિર્ણય લેવાય તેવી શકયતા છે અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આ બાબતે રાજ્ય સરકાર નિર્ણય કરશે તે વચ્ચે અંદાજે 1થી 3લાખ માઇ ભકતો અંબાજી ખાતે છેલ્લા 1 મહીનામાં દર્શન કરીને પરત પોતાના ઘરે આવી ગયાં છે . હાલમાં અંબાજી તરફના માર્ગો પર ભક્તો સંઘ લઈને અંબાજી તરફ આવતાં જોઈ શકાય છે.
ખેડા, નડિયાદ, આણંદ, બોરસદ સહીત નો ચરોતર પટ્ટો મા વસતા ભક્તો છેલ્લા કેટલાય વર્ષોથી અંબાજી ખાતે શ્રાવણી અમાવાસ ના બે ત્રણ દિવસ અગાઉ આવી માં અંબા ની ભક્તિ અને આરાધના કરે છે અને અંબાજી મંદિર ખાતે ધજા અર્પણ કરી પોતાના ઘરે જાય છે આમ શ્રાવણી અમાવસ ના દિવસે અંબાજી મંદિરે 56 ભોગનો અન્નકુટ ધરાવીને ભક્તો પોતાનાં ઘરે ગયા હતા અને અન્નકુટ આરતી મા નડિયાદ ના ધારાસભ્ય અને વિધાનસભા ના દંડક પંકજ દેસાઈ ખાસ હાજર રહ્યા હતા.
રાજે શ્રી પી પૂજારી