અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવરંગપુરા ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
દેશભરમાં વિવિધ લોન જેવી કે કાર લોન હોમ લોન વહિકલ લોનના હપ્તા ન ભરી શકતા વિવિધ બેંકો અને આ હપ્તા વસુલ કરનાર કર્મીઓ દ્વારા તંગ આવી ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે
ત્યારે આ સમસ્યા સામે કર્જ મુક્ત ભારત અભિયાન સંસ્થા સતત લડત આપી રહી છે અને જે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સમસ્યાનું નિવારણ આવે તે જેથી લોકો આત્મહત્યા ન કરે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે જે સંદર્ભે ગુજરાત ખાતે આ સંસ્થાની હેડ ઓફિસનું ઉદ્ઘાટન નવરંગપુરા, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ખાતે આ અભિયાનના પ્રણેતા શાહનવાઝ ચૌધરી દ્વારા ગુજરાતના લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાતના પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોજ ઠાકોર ભારતીય, ગોવિંદ અવસથી ભારતીય, રાકેશ પટેલ ભારતીય સહિત મોટી સંખ્યામાં આ સમસ્યાનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાહનવાઝ ચૌધરી દ્વારા ઉપઅસ્થિત લોકોની સમસ્યા અને રજૂઆતો સાંભળી હતી
અને આ પ્રશ્ન જલ્દી સરકાર સામે મુકવામાં આવે અને તેનો ઉકેલ સરકાર લાવે તેવી બાંયધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્જના બોજ હેઠળ અત્યાર સુધી કેટલા લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી તેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી દેશભરમાંથી આશરે દોઢ લાખ લોકો આ અભિયાનમાં જોડાયા છે અને આવનાર સમયમાં લાખોની સંખ્યમાં લોકોને એકત્ર કરવામાં આવશે જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે.