અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવન્ડો ચેમ્પિયનશીપનુ સફળ આયોજનતારીખ 25/12/2024 ના રોજ સ્વસ્તિક હોલ, ડ્રાઇવ ઇન સિનેમા પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપની આ સ્પર્ધા મા અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના શહેર કોષાધ્યક્ષ ચિરાગ ભાઈ શ્રીમાળીના સુપુત્ર ચિ. તીર્થની ટેકવોન્ડો ક્લબના 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ચિ.તીર્થ શ્રીમાળી (2nd Poom Blackbeld) ને હસ્તે મેડલ મેળવનાર સ્ટુડન્ટને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. અને તિર્થ ચિરાગ ભાઈ શ્રીમાળીને પણ આ અવસરે સીનિયર કોચ માટે ઓફિશીયલ ટ્રોફી આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.