Ahmedabad

અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગૌ માતા- નંદીજી માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલી પીરસાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી બન્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા બાદ અમદાવાદની પાંજરાપોળમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલીનું જમણ પીરસાયું છે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઇ પટેલ, શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કર, જીયાબેન શૈલેષભાઇ પરમાર અને ‘શ્રવણ’ યોગદિપસિંહ જાડેજા જોડાયા છે. નિરવ ઠક્કરનું કહેવું છે કે, આ સિઝનમાં સંસ્થા દ્વારા કુલ મળીને 10 હજાર કિલો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલી ગૌ માતા-નંદીજી મહારાજને પીરસાયા છે.

આપણી એક પેઢી ગૌ માતા માટે રોજ પહેલા જમવાનું કાઢતી હતી. પરંતુ સમય જતા તે બધુ ભુલાયું છે. સંસ્થા લોકોને ગૌ સેવા માટે જોડાવા અને લોકોમાં ગૌ સેવાના સંસ્કારો જાગૃત અને જીવંત રાખવા વિતેલા ત્રણ વર્ષોથી પ્રયત્નો કરી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *