અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવ પરણિત યુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીકરીઓને કન્યાદાન રૂપે ભેટ અપાઈ હતી.
રબારી સમાજના જયરામભાઈ મોતીભાઈ દેસાઈ – સુરપુરા વાળા પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
આ પ્રસંગે વાળીનાથ ધામના મહંત શ્રી જયરામગીરી બાપુ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, સાંસદ મયંક નાયક, સર્વે ધારાસભ્યઓ અમિતભાઈ શાહ, ડો.હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, સમાજના સંતો-મહંતો, અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.