Ahmedabad

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સોલા ઉમિયા કેમ્પસ ખાતે અમદાવાદ ગ્રામ્યનો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો હતો. શ્રી મેઘમણી પરિવાર ઉમિયા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં ૭૮ શાળાના ૪૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

એન.સી.ઈ.આર.ટી, ન્યુ દિલ્હી તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર યોજાયો હતો.

કાળા ઉત્સવ અંતર્ગત અલગ અલગ ૧૨ કેટેગરીમાં સ્પર્ધા મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા, જેમાંથી પ્રથમ નંબરે આવનાર વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર ગાયન, વાદન, ચિત્રકલા પર આધારિત અનેકવિધ કલા કૃતિઓ રજૂ કરી હતી.

કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિ, નોડલ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક ચારુશિલાબેન મકવાણા, ઇન્દુબેન ચાવડા, સ્નેહલભાઈ વૈદ્ય, યજમાન શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ, શાળાના આચાર્ય મિનાક્ષીબેન પટેલ, નિર્ણાયકઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ…

ટ્વિંકલ પટેલની નવી શોખભરી શરૂઆત: “ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”નું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન

રિપોર્ટ : અનુજ ઠાકર. અમદાવાદ શહેર હવે નવી ઊંચાઈએ પહોંચી ગયું છે સૌંદર્ય અને…

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *