Ahmedabad

પ્રથમ વખત મતદાન કરનાર નિરમા યુનિ.ના યુવા મતદારોએ લીધા અચૂક મતદાનના શપથ

અમદાવાદ, સંજીવ રાજપૂત: યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની નિરમા યુનિવર્સિટી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે ‘મતદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ખાસ અમદાવાદ ચૂંટણી તંત્રના સહયોગથી NSS યુનિટ દ્વારા નવા મતદારો માટે મતદાન કાર્ડ બનાવવા માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 200થી પણ વધુ યુવાનોએ મતદાન કાર્ડ બનાવવા કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.

આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *