અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ લોકસભાના પેનલ સ્પીકર રહીને સંસદીય પ્રણાલીને જીવંત રાખી અને સંસદને સુચારૂ રીતે ચલાવી અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે SC/ST ના વિકાસ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું
તે બદલ જીવણભાઈ રાવત, પૂર્વ નાયબ સચિવ, ગુજરાત સરકાર એ તરુણ ચંદ્ર સોલંકી, પ્રમુખ ગુજરાત વણકર સમાજ, અરુણ કુમાર,પૂર્વ ડીરેકટર ,ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની વિશેષ ઉપસ્થિત મા સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ વતી તેમણે પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીને તેમના રાણીપ અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને જઈને તેમને ડૉ.બાબાસાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમા અર્પણ કરી
શાલ ઓઢાડીને સન્માનિત કરવાની સાથે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને સમસ્ત દલિત આદિવાસી સમાજના લોકો વતી જાહેર આભારની લાગણી વ્યક્ત કરી હતી.