Ahmedabad

ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો યોજાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 2025નો પ્રારંભ તેમના ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી કરી લીધી છે.

તેઓ 21 અને 22 જાન્યુઆરી 2025ના રોજ વડોદરામાં મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન કરશે. 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે.

આ અસાધારણ ટીમે ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યાં છે. આ ટીમ તેમના સૂત્ર “સર્વદા સર્વોત્તમ” દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે ‘હંમેશા શ્રેષ્ઠ’ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.

સૂર્યકિરણ ટીમમાં 9 હૉક Mk132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ છે.

આ પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવે છે અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના ફોર્મેશન ફ્લાઇંગનો પાયો તૈયાર કરે છે.

તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યાં છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વૉડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે.

વડોદરા ખાતે યોજાનારા એર શો પછી 25-26 જાન્યુઆરી 2025 દરમિયાન જામનગર, 29 જાન્યુઆરી 2025ના રોજ નલિયા અને 31 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે.

આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે.

વધુ માહિતી અને તમામ તાજેતરનાં અપડેટ્સ માટે, ટીમને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ (@Suryakıran IAF), X(@Suryakiran IAF) અને ફેસબુક (@Suryakıran Aerobatic Team) અને યુ-ટ્યુબ (@Suryakiran Indian Air force) પર ફોલો કરો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અબોલ પક્ષીઓના જીવ બચાવી મુખ્યમંત્રીના કરુણા અભિયાનને સતત સાર્થક કરતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો…

અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવી ચાલકોના જીવ સેફ કરવાનો કર્યો ઉમદા પ્રયાસ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણને જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી…

અમદાવાદમાં તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *