Ahmedabad

હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન અમદાવાદ દ્વારા કારગિલ વિજય દિવસ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: MY BHARAT અમદાવાદ, યુવા  કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન ,અમદાવાદ શહેરના વિશેષ સહયોગથી નવરંગપુરા હોમ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કારગિલ વિજય દિવસ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

તથા જાગૃકતા રેલી અને એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમોનું સફળ આયોજન જિલ્લા  યુવા અધિકારી અમદાવાદ પ્રિતેશ કુમાર ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.

26 જુલાઈ કારગીલ વિજય દિવસના અનુસંધાને
નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ અધિકારી/જવાનો તથા માય ભારત સ્વયંસેવકોની સાથે કારગીલ વિજય દિવસ પર ઈનચાર્જ  ડિવિઝન કમાન્ડન્ટ કિરીટભાઈ વાઘેલા અને ડામોર સોમાભાઈ તથા જિલ્લા યુવા અધિકારી દ્વારા વિજય કારગિલ દિવસ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, સાથેજ ભવ્ય જાગૃકતા રેલી કાર્યક્રમમાં પરેડ ગ્રાઉન્ડથી નવરંગપુરા ચાર રસ્તા અને ત્યારબાદ પરત નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ સુધી રેલીનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમ ગાર્ડસના જવાનો અને માય ભારત સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *