Ahmedabad

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે પૂર/હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.

સમગ્ર મોકડ્રીલમાં કાંકરિયા તળાવ ખાતે મુસાફરોની બોટ કેવી પાણીમાં પલટી જતા મુસાફરો તણાઈ જાય છે અને ત્યાં ઊભેલા સામાન્ય નાગરિકો દ્વારા 108, પોલીસ વિભાગ, SDRF અને DEOCને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમામ ટીમ ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરેલ લોકોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આવી રીતે સમગ્ર ઘટનાનું લાઈવ નિદર્શન કરવામાં આવે છે અને આમ,સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી.

આ મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહત કામગીરીઓનું નિદર્શન યોજાયું હતું અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલનો હેતુ કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી તથા સબંધિત વિભાગો સતર્ક રહી જાનહાનિ અટકાવી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.

આ મોકડ્રીલમાં મામલતદાર ડિઝાસ્ટર કિંજલ ભટ્ટ, ડીપીઓ કિંજલ પંડ્યા, નાયબ મામલતદાર શ્રી વાય.સી. જાદવ, SDRF પી.આઇ. નરેશ પરમાર અને તેમની ટીમ, પ્રોજેક્ટ ઓફિસર, એએમસી હિમાંશુ સોલંકી, નાયબ મામલતદાર મણિનગર રવિરાજ દેસાઈ અને 108ના સબંધિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *