અમદાવાદ: ગુજરાતી ફિલ્મપ્રેમીઓ અને કલાપ્રેમીઓ માટે ખાસ પળો સર્જાઈ, જ્યારે બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી અમદાવાદના એક પ્રાઇવેટ ઇવેન્ટ માટે પધાર્યા હતા.
સિનેજગતમાં તેમની મોહક અભિનયકલા અને સૌંદર્ય માટે જાણીતા મહિમા ચૌધરી જ્યારે શહેરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, ત્યારે અનેક પ્રશંસકોને તેમની ઝલક જોવા મળવાની તક મળી. આ અવસરે શહેરના યુવા અને પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને પણ મહિમા ચૌધરી સાથે મુલાકાત કરવાની ખાસ તક મળી.