Ahmedabad

યુવિન કરશે આ રક્ષાબંધન નિમિત્તે અનોખી રીતે Sisterhoodની ઉજવણી

સદીઓથી પરંપરાગત રીતે હંમેશા સ્ત્રીઓ પુરુષો પર સુરક્ષાને માટે આધાર રાખતી આવી છે રક્ષાબંધન પર રાખડી બાંધવાની રીત પણ તે જ છે. પરંતુ, રક્ષાની આ જવાબદારી માત્ર પુરુષોની જ શા માટે ? મહિલાઓ પણ મજબૂત છે, તેઓ પણ એકબીજાને સુરક્ષા આપી શકે છે.. સપોર્ટ કરી શકે છે. સિસ્ટરહુડના આ બંધનને મજબૂત બનાવવા માટે, અમે આ તહેવારને અલગ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ – એકબીજાને રાખડી બાંધીને.

આ પહેલ માત્ર એક પ્રતીકાત્મક જ નથી; નવી પરંપરાને સ્વીકારવાની દિશામાં એક પગલું પણ છે, જે મહિલાઓને સશક્ત બનાવવા પર ભાર મૂકે છે. એકબીજાને સપોર્ટ કરીને સ્ત્રીઓ આ માન્યતા મજબૂત કરશે કે એકસાથે, અમે મજબૂત છીએ અને એકબીજાને સુરક્ષિત કરી અને આગળ વધારી શકીએ છીએ.

Uwin, એક એવી સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, અને સમાજમાં પોઝિટીવ પરિવર્તનનો આગ્રહ રાખે છે. Uwin એટલે એકતા, શક્તિ અને મહિલાઓ વચ્ચેના સપોર્ટનો સિમ્બોલ.

આ અનોખા સિસ્ટરહુડ સેલિબ્રેશનમાં અમારી સાથે જોડાવા માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ. 12, 13 અને 14 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી AMA, અમદાવાદ.. આવો, નવી પરંપરા બનાવીએ અને મહિલાઓની શક્તિ અને એકતાની ઉજવણી કરીએ. Uwin એ મહિલાઓના સપોર્ટ વિશે છે, અને આ કાર્યક્રમ એ જ ભાવના માટે છે. જોડાઓ અને આ વુમન સપોર્ટ વુમન મુહિમનો એક ભાગ બનો!

 

અહેવાલ દર્શીતા ચૌહાણ સાથે પલ્લવી પટેલ અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

રિપોર્ટ અનુજ ઠાકર અમદાવાદ: શહેરમાં પ્રીમિયમ પ્રી-લૉન્ચ ઇવેન્ટ્સની લોકપ્રિયતા સતત…

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ…

ટ્વિંકલ પટેલની નવી શોખભરી શરૂઆત: “ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”નું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન

રિપોર્ટ : અનુજ ઠાકર. અમદાવાદ શહેર હવે નવી ઊંચાઈએ પહોંચી ગયું છે સૌંદર્ય અને…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *