Ahmedabad

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદી મુજબ, ભારતીય જનતા પાર્ટીનુ સદસ્યતા અભિયાન-2024નો પ્રારંભ ગઇકાલે વૈશ્વીક નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કર્યા પછી જણાવ્યું હતુ કે, દેશમા ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે પક્ષના બંઘારણ મુજબ અક્ષરશ: લોકતાંત્રિક પ્રક્રિયાનુ પાલન કરી કાર્યકર્તાઓનો વિસ્તાર કરી રહી છે.

ગુજરાત રાજય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રાંરભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સદસ્યતા અપાવી કર્યો. આ કાર્યક્રમમા પ્રદેશના સંગઠનમહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયો હતો. સદસ્યતા અભિયાનના કાર્યક્રમમા પુર્વ મુખ્યમંત્રી તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રી, પ્રદેશના હોદ્દેદારઓ, સાંસદો, ધારાસભ્યઓ, જિલ્લા પ્રમુખઓ, મેયર અને ડે.મેયરઓ સહિતના પદાધિકારીઓને નવેસરથી સદસ્યતા મેળવી. સરપંચ થી લઇ સાંસદ સુધીના તમામ જનપ્રતિનિઘીઓ આજે 12 વાગ્યા સુધીમા 100 અન્ય લોકોને પ્રાથમિક સભ્ય તેમની લીંક પરથી બનાવશે.આ કાર્યક્રમમા સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ કે.સી.પટેલે પ્રાસંગીક સંબોધન કરી કેવી રીતે વધુમા વધુ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા તે અંગે વિસ્તૃત માહિતી આપી.

કેન્દ્રીયમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી સમયે લોહી પસીનો એક કરી સંગઠન મજબૂત બનાવ્યુ છે. ગુજરાત સંગઠનની શિસ્તતા અને સેવાકીય કાર્યોની નોંધ અન્ય રાજયોએ લેવી પડે તે માટે કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન. ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પુર્ણ કરી નવા સદસ્યતા બનાવવાની પ્રક્રીયા કરે છે.

ગઇકાલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સદભ્ય બની આ અભિયાનનો આરંભ કરાવ્યો છે. પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનાવવાના વિનંતી કરી.ગુજરાતમા આ વખતે 2 કરોડ જેટલા સભ્ય બનાવવા પ્રયાસ કરવાનો છે.

સી આર પાટીલએ વધુમા જણાવ્યું કે, આગામી 15 અને 16 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિવિધ કાર્યક્રમમા ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત ગુજરાત પઘારી રહ્યા હોય ત્યારે વૈશ્વીક નેતા અને લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભવ્ય સ્વાગત કરી સંગઠનની એકતા બતાવવાનો પ્રયાસ કરીશું.

પ્રાથમિક સભ્યો અને પેજ સમિતિના સભ્યો વચ્ચેના તફાવત અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. લોકસભા અને વિઘાનસભામા 33 ટકા અનામતનો લાભ મળવાનો છે ત્યારે મહિલાઓ પણ સંગઠનમા 33 ટકાના ભાગીદાર બને અને અંદાજે 66 લાખ જેટલા સભ્યો મહિલાઓ બને તેવો પ્રયાસ કરવામા આવે.

સદસ્યતા મેળવ્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આપણે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના છીએ તેનુ ગૌરવ આપણને છે. દેશને પ્રથમ રાખી સેવાકીય કાર્યો કરે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે.

સામાન્ય કાર્યકર થી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવુ તે ભારતીય જનતા પાર્ટીમા જ થઇ શકે. દેશમા આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહનું માર્ગદર્શન આપણને મળી રહ્યુ છે. સૌ સાથે મળી વધુમા વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાનો પ્રયાસ કરીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *