Latest

પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશ માં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરતા કેન્દ્રીયમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી

પોરબંદર જિલ્લા ભાજપ પરિવારે પણ દુઃખ ની લાગણી વ્યક્ત કરી શ્રધાંજલિ આપી

પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશ માં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનો ને પોરબંદરના સાંસદ કમ કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા એ સોશ્યલ મીડિયાના માધ્યમ થી શ્રધાંજલિ અર્પણ કરી જણાવ્યું છે કે, પોરબંદરના દરિયામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં શહીદ થયેલા જવાનોને ઈશ્વર તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું.રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ રાખનાર આ વીર જવાનોના બલિદાનના આપણે સદાય ઋણી રહીશું.

તેમજ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ શ્રધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે, પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ લેન્ડિંગમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના જવાનો શહીદ થવાના સમાચાર હૃદયદ્રાવક છે.દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન વીર જવાનોની આત્માને શાંતિ આપે.

આ ઉપરાંત પૂર્વકેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા (પટેલ) સહિત જિલ્લા ભાજપના તમામ હોદેદારો એ પણ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના માં શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *