પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૩/૦૯/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,અગાઉ મારા મારીના ગુનાઓમાં પકડાયેલ વિજય ઉર્ફે લાપસી રમેશભાઇ ચૌહાણ રહે.બોરડીગેટ,ભાવનગર વાળો હલુરીયા ચોક,કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેર રોડ ઉપર મોબાઇલ ફોન વેચવા ઉભેલ છે.તેની પાસે રહેલ મોબાઇલ ફોન તેણે કોઇ પાસેથી છળકપટથી મેળવેલ અથવા ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં તેની પુછપરછ કરતાં તે મોબાઇલ ફોન અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી મોબાઇલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
આ માણસની મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતાં આજથી બે અઢી મહીના પહેલા હલુરીયા ચોકથી ક્રેસન્ટ તરફ જતો હતો ત્યારે માજીરાજ સ્કુલ સામે રસ્તા ઉપરથી પોતાને મોબાઇલ ફોન મળેલ હોવાનું જણાવેલ. જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ દરમ્યાન પકડાયેલ માણસઃ-વિજય ઉર્ફે લાપસી રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો-કલર કામ રહે.હાલ-મ.નં.૫૦૨, સી.બિલ્ડીંગ,લીલા ઉડાન સામે, ૨૫ વારીયા, રૂવા,ભાવનગર. મુળ-પ્લોટ નં.૨૮/એ, ધુમકેતુ, બોરડીગેટ,ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-આછા વાદળી કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૪૦૫૬૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજેન્દ્દસિંહ સરવૈયા,માનદિપસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયા,હરપાલસિંહ સરવૈયા