Ahmedabad

પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી

અમદાવાદ, સંજીવ રાજપૂત: શનિવાર સાંજે 5:50 કલાકે 108 ની કચેરીમાં એક ફોન રણકે છે… ફોન કરનાર કહે છે કે, ‘નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી મળી છે..’
બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું,ફોન મળતાં ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અને તરત જ બાળકને સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાયું..

આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. ગુજરાતની જીવા દોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે.

ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઇએમટી મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈ ને એક કોલ એવો મળેલો હતો કે જેમાં કોલર (ફોન કરનાર) ના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી પડી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ પાંચ થી છ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી…

માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા. ઘટના સ્થળે જ સારવાર અપાઈ અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ લેવાઈ… તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડ માં લઈ જવાઈ… છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે.

આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને જીવ કેમ ચાલ્યો હશે ? કુદરતની લીલા જુઓ એક માતાએ ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં ઇએમટી મનિષાબેને માતા સ્વરૂપે સારવાર આપે અને હોસ્પિટલમાં દાખલ કરી છે અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી રહી હશે… ‘રામ રાખે તેને કોણ ચાખે’ આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે..

સમાજને શરમસાર કરતી ઘટના છે પણ આજે એકવાર ફરી 108 જે માત્ર નંબર જ નહીં પણ ગુજરાતની જીવાદોરી સમાન કામ કરતી સેવાએ એક જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે…
સલામ છે, આ સેવાને અને સેવા વાહકોને ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવી ચાલકોના જીવ સેફ કરવાનો કર્યો ઉમદા પ્રયાસ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણને જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી…

અમદાવાદમાં તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને…

મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

અમદાવાદ, સંજીબ રાજપૂત: ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં…

અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં તીર્થ શ્રીમાળી ટેકવન્ડો કલબના વિધાર્થીઓ ઝળક્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવન્ડો ચેમ્પિયનશીપનુ સફળ આયોજનતારીખ…

1 of 10

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *