Ahmedabad

શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રમેવ જયતે’ મંત્રને ચરિતાર્થ કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે.

કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં કુલ ૧૧ સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા, વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીં, લેબર કોન્ટ્રાક્ટર્સ અહી આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી – મળી શકે છે, સાથે-સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે. કડિયાનાકે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે.

મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું ૯૯મું અને રાજ્યનું ૨૯૧ મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.

રાજ્યભરમાં હજુ વધુ ૯૯ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

શ્રમિકોને રાહત દરે ભોજન, ચા, અને હવે રિફ્રેશમેન્ટ, આરામ કરવા અને એકઠા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ સુદ્રઢ થઈ છે.

અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *