Ahmedabad

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: હાલ ગરમીની માત્ર શરૂઆત થઈ છે ત્યારે ગરમીનો પારો અત્યારથી જ ઊંચો જવા લાગ્યો છે અને 5 દિવસનું ઓરેન્જ એલર્ટ પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ખાતે ગરમીને ધ્યાનમાં લેતા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આશરે 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 સુધી બંધ રહેશે પરંતુ વાત કરીએ તો અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ આશરે 4 ટ્રાફિક સિગ્નલો બંધ કરવાની લિસ્ટમાંથી બાકાત કરવામાં આવ્યા છે..

અખબાર નગર સેર્કલ, વ્યાસવાડી, પલક ચાર રસ્તા, ડી માર્ટ, ના ટ્રાફિક સિગ્નલ બંધ નહીં કરવામાં આવે. અખબાર નગર સર્કલથી સુભાષ બ્રિજ સુધી આશરે અડધા કિમિમાં જ 4 ટ્રાફિક સિગ્નલ આવે છે એ પણ આ તમામ સિગ્નલ પણ એકદમ થોડા રસ્તાના અંતરે અને જેની સેકન્ડ પણ 100 ઉપર આપેલી છે.

તો આ ટ્રાફિક સિગ્નલ બંધ ન કરવા પાછળનું કારણ? શું કોઈના ઈશારે આ ચાર ટ્રાફિક સિગ્નલ ચાલી રહ્યા છે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે. માત્ર આ જ ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખી આસપાસના રહેતા લોકોને જ ભોગવવાનું કારણ શું? તેવી રહીશોમાં ચર્ચા ઉઠી રહી છે.

શુ ઉચ્ચ ટ્રાફિક ના અધિકારીઓને કોઈનું દબાણ છે કે કેમ તેવો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામી રહ્યો છે. જો અન્ય વિસ્તારના સિગ્નલ બંધ કરવામાં આવી રહ્યા છે તો અખબાર નગરથી સુભાષ બ્રિજ વચ્ચેના પણ સિગ્નલ બંધ કરવામાં આવે તેવી આ તમામ વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *