Ahmedabad

32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

અમદાવાદ, સંજીવ રાજપૂત: 32માં વર્ષે સતત નિરંતર માં અંબાના ધામે વ્યાસવાડી નવાવાડજ સંઘ 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો હતો.

માં આરાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો એટલે ભક્તિ અને અસ્થાનો સમન્વય. માઈ ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાની માનતાઓ, બાધાઓ અને માં અંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી અંબાજી ઉમટી પડે છે ત્યારે

અમદાવાદના વ્યાસવાડી નવાવાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ સતત 32માં વર્ષે 52 ગજની ધજા સાથે પગપાળા માં અંબાના દર્શને જવા રવાના થયો. આશરે 100 ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે.

વહેલી સવારે વ્યાસવાડી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી અને 52 ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી. ત્યાર બાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલ આ સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઇ સોનીને 2 મિનિટના માં અંબેના ઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અને ત્યાર બાદ સંઘ અંબાજી જવા રવાના થયો હતો. 31ને રવિવારના રોજ માં આ સંઘ દ્વારા માં અંબાને ધ્વજારોહણ કરવામાં આવશે તેવું આશિષ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. માં અંબા તમામ માઇભક્તોની મનોકામના પૂર્ણ કરે જય અંબે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *