કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત કાગ વંદના
ભાવનગર
ભાવનગરમાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કવિ દુલા ભાયા કાગની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરો “કાગવંદના” નું આયોજન તા. ૨૫મી નવેમ્બર ને મંગળવારના રોજ મેઘાણી એડીટોરીયમ, સરદારનગર ખાતે કરવામાં આવ્યું છે.
ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના કબીરવડ સમા કવિ કાગબાપુની જન્મજયંતિ નિમિત્તે આયોજીત લોકડાયરાને માણવા કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ અને કાગ પરિવાર દ્વારા સાહિત્ય પ્રેમી અને કાગ પ્રેમીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ લોકડાયરામાં હરેશભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નનકુભાઈ ગઢવી અને મુક્તિદાન ગઢવી કાગ સાહિત્ય પીરસશે.
આ સમારંભમાં નેક નામદાર યુવરાજ સાહેબશ્રી જયવિરરાજસિંહજી ગોહિલ, માનનીયશ્રી પરશોત્તમભાઈ રૂપાલા (સાંસદશ્રી, રાજકોટ લોકસભા) માનનીયશ્રી પરશોત્તમભાઈ સોલંકી (રાજય મંત્રીશ્રી, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન, ગુજરાત સરકાર) વિશેષ ઉપસ્થિત રહેશે. પૂ. ગિરીશ આપા (સોનલધામ, મઢડા) અને પૂ. તુલસી બાપુ (અખેગઢ) આશિર્વચન પાઠવશે. તેમજ કૃણાલભાઈ શાહ (અધ્યક્ષ, ભાવનગર જિલ્લા, ભારતીય જનતા પાર્ટી) અને દિગ્વિજયસિંહ ગોહિલ (શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ રાબડીયા (ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકા), નિકુંજભાઈ મહેતા (ચેરમેન, નગર પ્રથમિક શિક્ષણ સમિતિ ભાવનગર),પ્રવીણભાઈ ગઢવી (પ્રમુખ, ચારણ વિદ્યાલય, ભાવનગર),
અર્જુનસિંહ ડોડીયા (મામલતદાર, પાલીતાણા), કલ્પેશભાઇ ગળિયા (ડેપ્યુટી કલેક્ટર, ભરૂચ), વિક્રમસિંહ પરમાર (જીલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર), બહાદુરભાઈ રાજૈયા (ઉપપ્રમુખ, ચારણ વિધાલય, ભાવનગર) અજીતભાઈ ગઢવી (પ્રમુખ, આઈશ્રી સોનલ ચારણ ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ), પૃથ્વીરાજસિંહ ગોહીલ (ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી, ભારતીય મજદૂર સંઘ) અને જીગરભાઈ ભટ્ટ (કલાક્ષેત્ર, ભાવનગર) ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન ઈશભાઈ કાગ દ્વારા કરવામાં આવ્યું છે.કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાગ વંદના કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
















