ભાવનગર જીલ્લા આહીર સમાજ દ્વારા આયોજિત 15મો સમુહ લગ્નોત્સવ યોજાયો*l
ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના કે પાંચ તલાવડા ગામે આહીર સમાજ દ્વારા કન્યાદાન સાથે રક્ત!વના શુભ સંકલ્પ સાથે 15 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો આ સમૂહ લગ્નમાં 38 યુગલો એ પ્રભુતામાં પગલાં પડ્યા
સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં શિહોર મોંઘીબા ની જગ્યાના મહંત પૂજ્ય જીણારામ બાપુ તથા રવુબાપુ તથા ભાયાસરથી પધારેલ પરમ પૂજ્ય યોગી શ્રી વશિષ્ઠ નાથજી સાથે રંઘોળા સ્થિત કથાકાર અમિત પ્રસાદજી તથા સંતો મહંતો તથા ભાવનગર જિલ્લા આહિર સમાજના પ્રમુખ રામભાઈ સાંગા,ગુજરાત રાજ્ય GIDC પૂર્વ નિયામક પેથાભાઇ આહીર જ્ઞાતિના પટેલ મહેશભાઈ ખમળ કરદેજ તથા આહીર સમાજના અગ્રણીઓ અધિકારીઓ ડોક્ટરો સહિતના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લગ્નોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી
ઉપરાંત કાર્યક્રમને વધુ દિપાવવા પાંચ તલાવડા ગામની આહિર બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી મહેમાનોનુ સ્વાગત કરાયુ હતુ તથા આહિર બહેનો દ્વારા પોતાના આહીર ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ ની ઝાંખી રજૂ કરી હતી તથા આંબલા સ્થિત મોજીલી શાળાના બાળકો દાંડિયા રાસ રમ્યા હતા આજના શુભ દિવસે આહીર સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર રીતે વક્તવ્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા
સમૂહ લગ્નમાં મહારાસ તથા ડાંડિયારાસને 55000 જેટલી રકમ થી પ્રોત્સાહિત કર્યા હતા તથા સંતશ્રીઓએ તથા આગેવાનો દ્વારા સમાજને સામાજિક આર્થિક સાંસ્કૃતિક પ્રગતિ તરફ યોગ્ય દિશામાં લઈ જવા પોતાના વક્તવ્યમાં ટકોર કરી હતી કન્યાદાન સાથે રક્તદાન શુભ સંકલ્પ સાથે થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ
તેમા આહીર સમાજના વડીલો અને યુવાનો દ્વારા આહીર સમાજના ઉજળા ઇતિહાસને લક્ષમાં રાખી 130 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતુ આહીર સમાજના 17થેલેસેમિયા પીડિત બાળકોને દર વર્ષે કુલ 204 જેટલી બોટલ ભાવનગર બ્લડ બેન્ક દ્વારા ચડાવવામાં આવે છે
ત્યારે આપણા સમાજે પણ આ બાબતની નોંધ લઈ બ્લડ બેન્કનું ઋણ ઉતારવા વિનમ્ર ભાવે પ્રયાસ કર્યો હતો ભાવનગર જિલ્લા સમૂહ લગ્ન સમિતિના માર્ગદર્શન નીચે પાંચ તલાવડા ગામના વડીલો યુવાનો માતાઓ તથા બહેનોએ આ અશ્વમેઘ યજ્ઞ સમાન કાર્યમાં પોતાની સેવાની આહુતિ આપી સતત બે મહિનાથી સ્વયંસેવકોએ કરેલી ની સ્વાર્થ અને અથાગ મહેનતની સુવાસ આહિર સમાજમાં ફેલાઈ હતી
આ સમૂહ લગ્નમાં કુલ 13 વિભાગમાં અલગ અલગ કામની વહેચણી થઈ હતી જેના કારણે સમૂહ લગ્નમાં આવનાર 12હજાર લોકોને સફળતા પૂર્વક સાચવી શક્યા હતા દાન એ સત્ય પુરુષનું આભૂષણ છે આ યુક્તિને સાર્થક કરનાર તમામ દાતા રત્નોને આ તકે સન્માનવામાં આવ્યા હતા
આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા આજના દિવસે જોડાયેલા પાંચ તલાવડા તથા ઝાંઝમેર તથા લંગાળા અને ભાવપરા ના સ્વયંસેવકો અને સંતો મહંતો અને આહિર સમાજના આગેવાનોને તેમજ સમૂહ લગ્નમાં સમારોહને સફળ બનાવવા યોગદાન આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા