મુખ્ય પોલીસ મહાનિર્દેશકશ્રી,ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ લોકો સાથે સુમેળ સાધવાના હેતુથી પોલીસ – સરપંચ પરિસંવાદ કાર્યક્રમ કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને ભાવનગર રેન્જ આઈ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. હર્ષદ પટેલ સાહેબશ્રી નાઓના માર્ગદર્શન હેઠળ મહુવા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અંશુલ જૈન સાહેબના અધ્યક્ષ સ્થાને અલંગ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમí લોકો અને પોલીસ વચ્ચે સુમેળ સધાય અને ગુન્હાહીત પ્રવૃત્તિનું પ્રમાણ ઘટે તેવા ઉદ્દેશથી પોલીસ-સરપંચ પરિસંવાદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ
આ કાર્યક્રમ દરમ્યાન મહુવા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબશ્રી તથા અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચા. પો.ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચા. પો.ઈન્સ. શ્રી ડી.બી.ગુજજર નાઓ દ્રારા સાયબર ક્રાઇમ, ટ્રાફીક અવેરનેસ માર્ગ સલામતી અકસ્માત નિવારણ, પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત શી ટીમની ફરજો, નવા કાયદા નુ જ્ઞાન, ગામ કક્ષાએ CCTV સ્થાપન, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ વિગેરે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને ગુન્હહીત પ્રવૃતિનું પ્રમાણ નહિવત થાય તે સારૂ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ગામમાં ઉદ્દભવતા પ્રશ્નો બાબતે સરપંચો સાથે સંવાદ કરવામાં આવેલ. ગામમાં ઉદ્દભવતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા સારૂ સરપંચશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્ય.