સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય વિષય કુટુંબ પ્રબોધન અને મુખ્ય ઉદ્દેશ્ય માતાઓમાં પારિવારિક મૂલ્યો અને સંસ્કાર સિંચન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જે અંતર્ગત આશરે 250 થી વધુ માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

કાર્યક્રમનું સફળ સંચાલન ગોપીબેન નાકરાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમની વાણીથી સૌને આકર્ષિત કર્યા હતા સર્વ પ્રથમ, ખુશ્બુબેન પંડ્યાએ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી અને કાર્યક્રમના મુખ્ય વિષય વિશે પ્રાથમિક માહિતી આપી. આ ઉપરાંત, તેમણે મંચ પર ઉપસ્થિત તમામ અતિથિઓનો પરિચય કરાવીને સૌનું સ્વાગત કર્યું હતું

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. ધર્મિષ્ઠાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કુટુંબ પ્રબોધન વિષય પર પોતાનું અસરકારક વક્તવ્ય આપ્યું.તેમણે કુટુંબમાં માતાની ભૂમિકા, બાળકોમાં સંસ્કારનું સિંચન અને આધુનિક યુગમાં પારિવારિક એકતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો

કાર્યક્રમના અધ્યક્ષા તરીકે ડો. રસજ્ઞાબેન સંઘવીએ સ્થાન શોભાવ્યું હતું. તેમણે તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં આધુનિક ભારતમાં મહિલાઓની ભૂમિકા તેમજ તેમણે માતાઓને સમાજ અને કુટુંબના આધારસ્તંભ ગણાવીને તેમના યોગદાનની સરાહના કરી હતી. તેમજ અંકુર વિદ્યાલય દ્વારા સામાજિક, શૈક્ષણિક તેમજ સંઘ જેવાં અનેક ક્ષેત્રે નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા આપનારની માતાઓનું સર્ટિફિકેટ તેમજ ભેટ આપી સન્માન કરાયું હતું
આ કાર્યક્રમમાં મહિષાસુર મર્દીની સ્તોત્ર અને સાવિત્રીબાઈ ફૂલેની બે કૃતિઓ , તેમજ વેશભૂષા દ્વારા સમાજ માટે ઉદાહરણ પૂરું પાડનાર દરેક ક્ષેત્રમાં નારીનું સ્થાન અને તેની ઝલક તેમજ નાની બહેનો દ્વારા માઁ નવદુર્ગાના નવ રૂપોની ઝાંખી આમ આ કાર્યક્રમ કુટુંબ પ્રબોધનના લક્ષ્યને સાર્થક કરવામાં સફળ રહ્યો હતો
અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા
















