ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં નિવૃત આર્મી જવાનના ઘરે હિંસક હૂમલો થતા આર્મી જવાને સ્વબચાવ કરવા હવામાં ફાયરિંગ કર્યું.

હૂમલાખોરોને ભગાવવા સ્વ રક્ષણ કરવા હવામાં કરેલ ફાયરિંગ માટે ખૂનની કલમ 307 કઈ રીતે લાગી શકે?

ગત તારીખ ૨૬ /૧૧/૨૦૨૫ ના રોજ ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આર્મી પરિવારના ઘરે તે જ વિસ્તારના છ (6) વ્યક્તિઓ દ્વારા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો આર્મી જવાનના પરિવાર પર એટલા માટે કરવામાં આવ્યો કે આર્મી જવાન દ્વારા એક 16 વર્ષના છોકરા દ્વારા બેદરકારીથી ગાડી ચલાવવા બાબતે એમના પિતાજીને ઠપકો આપ્યો હતો. આ ઠપકો આપ્યાની દાજ રાખી સામે વાળા પાંચ/ છ જેટલા વ્યક્તિઓએ આર્મી પરિવારના ઘરે હથિયારો સાથે હીંસક હુમલો કર્યો હતો .
આ હુમલાના Cctv ફૂટેજ પણ જોઈ શકાય છે.Cctv ફૂટેજ દ્વારા સ્પષ્ટ દેખાય આવે છે કે સામે વાળા લોકો આર્મી પરિવારના ઘરે હથિયારો સાથે હૂમલો કરે છે તેથી આર્મી જવાન નયનસિંહ ડોડીયા પોતાનો અને પરિવારનો સ્વબચાવ કરવા માટે પોતાની લાયસંસ વાળી પિસ્તોલ દ્વારા હુમલા કરનાર ઈસમોને ભગાવવા માટે અને પોતાનો સ્વબચાવ કરવા માટે કોઈને ઇજા ન પહોંચે તે રીતે હવામાં ફાયરિંગ કરે છે. આ બનાવ Cctv ફુટેજ દ્વારા પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ cctv ફૂટેજ જોતા ખ્યાલ પણ આવે છે કે નિવૃત આર્મી જવાને પોતાના પરિવારનો બચાવ કરવા માટે હૂમલાખોરોને દૂર ભગાવવા કાળજીપૂર્વક હવામાં ફાયરિંગ કરે છે.
આ ફાયરિંગ થવાથી કોઈપણ વ્યક્તિને સામાન્ય ઇજા પણ થઈ નથી. સ્વ બચાવમાં કાળજીપૂર્વક ફાયરીંગ કરેલ હોવા છતા FIR માં નયનસિંહ ડોડીયા પર ખોટી રીતે હેરાન કરવાના ઈરાદે કલમ 307 લાગુ કરવામાં આવી છે. જે બિલકુલ ન્યાય વિરુદ્ધ છે.
આ ઘટનામાં નિવૃત આર્મી જવાન નયનસિંહ ડોડીયા દ્વારા કરેલ કાર્ય સ્વબચાવના હેતુથી કાળજીપૂર્વક કરેલ હોય જે સ્પષ્ટ cctv ફૂટેજમાં દેખાઈ આવે છે અને બનાવ સમયે હાજર રહેલ તમામ લોકોએ પણ નજરે જોયું છે. તેથી કલમ 307 કેસમાંથી હટાવવામાં આવે અને યોગ્ય તપાસ કરી નિવૃત આર્મી જવાનને ન્યાય મળે તેવી અમારી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તથા ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર દ્રારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી. આ તકે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના અગ્રણીઓ તથા યુવાનો તેમજ ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર ના હોદ્દેદાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
















