પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામના વતની અને હાલ સુરત મુકામે રહેતા દેવશીભાઈ ખીમજીભાઈ ભડીયાદરા દ્વારા તેમના સ્વર્ગસ્થ પામેલા પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં પ્રકૃતિના જતન માટે 500 થી વધુ કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું
દેવશીભાઈ ભડીયાદરા એ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણમાં બહુજ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો નવી નવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેનું એક જ કારણ છે કે પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે
માટે લોકોને પર્યાવરણ બચાવવા માટે પોતાનાં ફળિયામાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ વાવવું જોઈએ કારણ કે વૃક્ષ આપણા માટે શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે અને સમાજને એક નવું ઉદાહરણ અને રાહ સિંધવાનું કામ કર્યું છે
અને તેમના પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં આવતા તમામ લોકોને દેવશીભાઇ, ખીમજીભાઈ ભડીયાદરા, રાકેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, અને હરેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, દ્વારા 500,થી વધુ કલમી આંબાના વૃક્ષો નુ વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા