15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ ઑફિસ દ્વારા 69મા રેલવે સપ્તાહ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, ઉત્પાદન અને નિર્માણ એકમોના 92 અધિકારીઓ અને કર્મચારીઓનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર ડિવિઝનના ત્રણ અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને વર્ષ 2024માં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે તમામ સન્માનિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતિષ્ઠિત રેલ સેવા પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના ક્ષેત્રમાં કાર્ય પૂર્ણ સમર્પણ અને મહેનતથી કરવા અપીલ કરી હતી.
જેથી ડિવિઝનના વધુને વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ડિવિઝનલ, ઝોનલ અને રેલ્વે બોર્ડ કક્ષાએ સન્માન મળે અને ભાવનગર ડિવિઝન સતત વિકાસના પંથે આગળ વધતા રહે.
સન્માન પ્રાપ્ત કર્તા અધિકારીઓ અને કર્મચારીઓ ભાવનગર ડિવિઝનના જે અધિકારીઓને જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમાં શ્રી માશૂક અહમદ – સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, શ્રી પ્રદીપ કુમાર ગુપ્તા – સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન), શ્રી બાબુ ઑગસ્ટિન – સહાયક કાર્મિક અધિકારી અને કર્મચારીઓમાં શ્રી. સબ્બીરહુસૈન ખાન – ક્રિવ કંટ્રોલર ઇલેક્ટ્રિક વિભાગ, શ્રી યુવરાજસિંહ વનરાજસિંહ ગોહિલ – ટ્રેક મેઇન્ટેનર-1 એન્જિનિયરિંગ વિભાગ, શ્રી શુભમ કુમાર જૈન – જુનિયર એન્જિનિયર (વર્કશોપ) મિકેનિકલ વિભાગ, શ્રી કે. પી. મનોજ નારાયણ – ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પર્સનલ વિભાગ, હેતુબા ગોહિલ – સહાયક સબ ઈન્સ્પેક્ટર, સુરક્ષા વિભાગ.