સંગઠન દ્વારા પત્રકારના પરિવાર ની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણી નો પ્રારંભ..
ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને આપ્યું વીમા સુરક્ષા કવચ, દરેક પરિષદના તમામ પત્રકારોને 10 લાખનો જીવન વીમો આપવામાં આવ્યો .!!
ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે. સમગ્ર ગુજરાતના 34 જિલ્લાના 250 થી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે..
ગુજરાત સરકાર માત્ર 2 લાખ નો વીમો આપે છે,જ્યારે પત્રકાર એકતા પરિષદ 34 જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમો યોજી 10 લાખ ના અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરશે..આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતા નું વર્ષ ઉજવવા નક્કી કરેલ છે,તે પૈકી ભાવનગર જિલ્લાના 200 ઉપરાંત તેમજ મહિલા વિંગ ના 33 બહેનો તેમજ બોટાદ જિલ્લા ના 40 પત્રકારો નું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંક માં જમા કરાવેલ છે.
ભાવનગર એક ટૂંકી નોટિસ માં ઉપસ્થિત રહેલ પત્રકારો ની હાજરીમાં વીમા કવચ વિશે માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી,ત્યારબાદ બોટાદ ના પત્રકારો ના ડોક્યુમેન્ટ સાથે પ્રીમિયમ જમા કરાવેલ જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ લાઠીગરા,ભાવનગર જિલ્લા પ્રમુખ મિલન કુવાડીયા ઝોન 1 ના પ્રભારી રાજેશભાઈ શાહ,ઉપપ્રમુખ ડાવરા, મહિપતસિંહ જાડેજા,તેમજ ભાવનગર પ્રભારી સંજય ડાભી સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા..
પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારો ના પરિવાર ની ચિંતા માટે નું આ અભિયાન ખૂબ સરાહનીય હોવાની પત્રકારો માં ચર્ચા થઈ રહી હતી..દરેક જિલ્લાના પ્રવાસ કરી,કેમ્પ કરવાની જરૂર પડે તો રોકાણ કરીને પણ ગુજરાત ના બાકી 32 જિલ્લા ના પત્રકારો ને મહત્તમ વીમા નો લાભ મેળે તેની ચિંતા વ્યક્ત કરી હતી..

















