દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા પૂજન તથા ભવ્ય આતિશબાજી ઉપરાંત આજનાં આ ગુજરાતી નવા વર્ષ વિક્રમ સવંત 2082 ની શરૂઆત નિમિત્તે મહુવા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજવામાં આવેલ 1111 કરતા પણ વધારે વાનગીઓ યુક્ત આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ આજરોજ સંપન્ન થયેલ,


જેમાં મહુવા શહેર તથા ગ્રામ્ય પંથકના હજારો વ્યક્તિઓને આ દર્શનનો લાભ પ્રાપ્ત થયેલ. સવારના થાળ આરતી સમયે વિવિધ રાજકીય આગેવાનો , ઉદ્યોગપતિઓ ડોક્ટરો તથા સત્સંગી ભાવિકજનોની હાજરીમાં હિન્દુ સનાતન ધર્મની પરંપરા ગત વિધિ પ્રમાણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આરતી બાયપાસ રોડ ઉપર આવેલ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવેલ છે.

અગાઉતારીખ 20 ઓક્ટોબર ના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર તથા તારીખ 21 ઓક્ટોબર ના રોજ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિરમાં પણ અત્યંત ભવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલી

તેના અનુસંધાને આજરોજ આ અન્નકૂટ ઉત્સવ સંપન્ન થયેલ જેમાં 5000 કરતા પણ વધારે ભાવિક ભક્તોએ દર્શન લાભ પ્રાપ્ત કર્યો. આ અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ મહુવા પંથકના 12,00 કરતાં પણ વધારે અન્નકૂટ સેવકો તથા ભાવિક ભક્તોને પહોંચાડવામાં આવશે તથા મહુવાની 5 કરતા પણ વધારે સામાજિક સેવાકીય સંસ્થાઓ અને તેમના સેવકો દ્વારા સેંકડો ગરીબ-અનાથ,નિરાધાર, તથા મંદ બુદ્ધિ ગ્રસ્ત લોકોને પ્રસાદ પહોંચાડવામાં આવશે અને વિશેષમાં કીડિયારુ પૂરતા સંગઠન દ્વારા કીડી જેવા નાનકડા જીવને પણ આ પ્રસાદ પ્રાપ્ત થશે.
સમગ્ર ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર અને તેમના સંતો તથા સેવકો દ્વારા કરવામાં આવેલ અને તેના માટે કોઠારી સ્વામી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
















