જીવદયા પ્રેમીઓને પ્રોત્સાહિત કરવા ભાવનગર પૂર્વ પાલિતાણા તળાજાના ધારાસભ્યો, પૂર્વ રાજ્ય મંત્રી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા
અબોલ જીવ સેવાને મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓએ બિરદાવી
ભાવનગર તા. ૨૯/૭/૨૦૨૫
અબોલ જીવજંતુઓ માટે નિસ્વાર્થ ભાવથી સેવામાં સંલગ્ન રહેતા જીવદયા રક્ષકોનું સન્માન કરવા માટે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ૨૮મી જુલાઈ એ જીવદયા રક્ષક સન્માન સમારોહ સિહોરના ભીલેશ્વરી આશ્રમ, અગિયાળી ગામ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 151થી વધુ જીવદયા રક્ષક ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે તન-મન-ધનથી અબોલ જીવમાત્ર માટે કરુણા દર્શાવી છે. તેમને બિરદાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીવદયાપ્રેમીઓને પ્રોત્સાહિત કરવા
પાલિતાણા ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, ભાવનગર પૂર્વના ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, તળાજા ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ રાજ્ય મંત્રીશ્રી આર.સી. મકવાણા,
બા પ્રેરણા ગ્રૂપના એમડી આશિષભાઈ મીઠાણી, ભિલેશ્વરી આશ્રમ મહંતશ્રી રામભારથીબાપુ, આદ્યત્મિક ગુરુશ્રી શૈલેષદાદા પંડિત, મહિલા સરપંચ ભૂમિબેન ધાંધલા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો એ જીવદયા માટે વધુ જાગૃત થવા અનુરોધ કર્યો અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કરુણાની ભાવના વધુ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, નિમુબેન બાંમભણીયા, રાજ્ય મંત્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી અને પરસોત્તમભાઈ સોલંકી એ જીવદયા રક્ષકોના કાર્યક્રમને શુભેચ્છા પત્રથી અભિનંદન આપી બિરદાવ્યા હતો.
પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને સીઈઓ ડૉ. પ્રેમ કંડોલિયા એ આ કાર્યક્રમ ને જીવદયાનો ઉર્જા ઉત્સવ ગણાવ્યો હતો અને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.