પવિત્ર તિર્થ નગરીમાં ગંદકી અને કચરાનું સામરાજ્ય
ભાવનગર જિલ્લા ની પાલીતાણા નગરપાલિકા ની ઘોરબેદારકારી ના કારણે પાલીતાણા ના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાલીતાણા ના કોર્ટ રોડ પર આવેલ શાળા તેમજ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ સહિત ના એકમો આવેલ છે
ત્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે એજ વિસ્તારમાં ગંદકી કચરા ના કારણે લોકો ના આરોગ્ય પર મોટી અસર પડી રહી છે લોકો દ્વારા અનેકવાર રજુઆત છતાં નિર્ભર નગરપાલિકા તંત્ર ગંદકી કચરો ઉપાડવા માં નિષ્ફળ નીવડી છે તાકીદે ગંદકી કચરો સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો સ્વપ્ન હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના પાલીતાણા નગરપાલિકા લીરે લીરા ઉડાડતું હોય તેવા દ્રશ્યો વોર્ડ નંબર ત્રણમાંથી સામે આવ્યા છે
છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 3 માં આવેલ મુખ્ય માર્ગ હોય કે વિસ્તારો હોય આ તમામ જગ્યાઓ ઉપર ગંદકી અને કચરાએ માઝા મૂકી છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહીશોના આરોગ્ય ઉપર ચોક્કસથી ટોળાતું જોખમ જોવા મળી રહ્યું છે
પરંતુ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી સ્થિતિ નગરપાલિકાની થઈ જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કર્મચારીઓ અને અધિકારીઓને લોકોના સ્વસ્થની કશું પડી નથી જેના કારણે પાલીતાણા ની આમ જનતા અને કચરાના કારણે રોજબરોજ માંદગીના બિછાને જોવા મળી રહી છે
આ વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓમાં 900 થી વધારે નાના બાળકો અભ્યાસ કરવા આવે છે પરંતુ અભ્યાસ ની સાથે સાથે ગંદકી અને કચરાનું જ્ઞાન અને માંદગી લઈ ને ઘરે જતા રહે છે પરંતુ આ નિર્ભર નગરપાલિકા તંત્ર ના પેટનું પાણી નથી હલતું
જેના કારણે ચોક્કસથી આ વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મૂકવાના છે વોર્ડ નંબર ત્રણ ના રહીશો રામ ભરોસે હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે તાલીબાની સજા આ વોર્ડ નંબર ત્રણમાં ગંદકી અને કચરોના કારણે લોકોને મળતી હોય તેવા દ્રશ્યોના કારણે ચોક્કસથી લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
જાહેરમાં કચરો અને ગંદકી ના કારણે વોર્ડ નંબર 3 વિસ્તાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે આ મામલે નગરપાલિકાના ઉપ પ્રમુખ એ જણાવ્યું હતું કે તમારા મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં અત્યત કચરાનું સામ્રાજ્ય છે તેવું જાણવા મળ્યું છે
અને સાથે જ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે આ વિસ્તારમાંથી કચરોની સફાઈ કરવામાં આવશે સાથે જ પાલીતાણા નગરપાલિકામાં 9 વોર્ડમાં નવા 9 ડોર ટુ ડોર વાહનોની પણ મંજૂરી મળી ગઈ છે
એટલે આગામી પહેલી તારીખ સુધીમાં પાલીતાણા શહેરના તમામ વોર્ડમાં નિયમિત રીત કચરો ઉપાડવામાં આવશે તેવી બહેનરી નગરપાલિકાના ઉપપ્રમુખે આપી છે
પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શું ખરા અર્થમાં નગરપાલિકા તંત્ર સફાઈની કામગીરી કરાવશે કે પછી પાલીતાણા વાસીઓને ગંદકી એના કચરા વચ્ચે જીવવું પડશે પરંતુ હાલ તો પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જામ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા