સરકારી નિયમો નેવે મૂકીને ગાડીનો દુરુપયોગ, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ
ઉમરાળા તાલુકાના મામલતદાર દ્વારા તાલુકાને રઝળતો મૂકી મનમાની વહીવટ ચલાવવામાં આવી રહી હોવાનું ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એ ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું છે. મામલતદારે સરકારી કચેરીમાં ITIના વિધાર્થીઓ સાથે જાહેર હિતમાં વિડિયો ઉતારવાની મંજૂરી આપવાને બદલે ગેરરીતે રોકટોક કરી લોકશાહી અને પારદર્શકતાને નેવે મૂકી છે.
શક્તિસિંહ ગોહિલ એ વધુમાં જણાવ્યું કે મામલતદાર ઉમરાળા રોજ બરોજ સરકારી ગાડીનો અંગત ઉપયોગ કરી ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જવા–આવવા માટે કરે છે,જે સરકારી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આજે તેઓ પોતાની ખાનગી ગાડીમાં ઘરે ગયા હોવા છતાં નિયમિત રીતે સરકારી ગાડી તેમને લેવા–મુકવા મોકલવામાં આવે છે,જેનાથી જનતા વચ્ચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર બાબતે શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાવનગરના સક્રિય કલેક્ટર સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો રજૂઆત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો મામલતદાર ઉમરાળા વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી સરકારી ગાડીના દુરુપયોગ અને મનમાની વહીવટ સામે કડક પગલાં લેવામાં આવે…
નિયમો શું કહે છે?
સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકો તથા વિધાર્થીઓ દ્વારા જાહેર હિતમાં વિડિયો ઉતારવા ઉપર કોઈ સર્વગ્રાહી પ્રતિબંધ નથી. ભારતના બંધારણ મુજબ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંતર્ગત નાગરિકોને માહિતી મેળવવાનો અને જાહેર બાબતો રજૂ કરવાનો અધિકાર છે. જ્યાં સુધી વિડિયો ઉતારવાથી, કચેરીની નિયમિત કામગીરીમાં અડચણ ન થાય, રાષ્ટ્રીય સુરક્ષા અથવા ગુપ્ત દસ્તાવેજો સામેલ ન હોય,કોઈ વ્યક્તિની વ્યક્તિગત ગોપનીયતા ભંગ ન થતી હોય,ત્યાં સુધી વિડિયો ઉતારવા ઉપર મનાઈ કરવી ગેરકાયદેસર ગણાય છે ITIના વિધાર્થીઓ સાથે સરકારી કચેરીમાં જાહેર પ્રશ્નો અંગે વિડિયો ઉતારવો શૈક્ષણિક અને જાહેર હિતનો મુદ્દો છે,તેને રોકવું એ લોકશાહી મૂલ્યો અને પારદર્શક વહીવટ સામેનું પગલું છે કોઈ પણ અધિકારી પોતાની મરજી મુજબ નિયમો બનાવીને નાગરિકોના હક પર રોક લગાવી શકતા નથી. આવા કિસ્સામાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી સંપૂર્ણ પણે યોગ્ય અને કાયદેસર છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















