તળાજા તાલુકાના દેવળીયા ધારમાં આવેલ ગુરુ દત્તાત્રેય આશ્રમ ખાતે તા. 15/11/2025, શનિવાર સાંજે 6:00 કલાકે ઠળિયા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ મેર, વિશેષ અતિથિ ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, તળાજા તાલુકા ભાજપના પ્રમુખ મેહુલભાઈ ડાંગર -મહામંતત્રી અશોકભાઈ લાધવા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયત સીટના તમામ ગામોના સરપંચશ્રીઓ તથા ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં સાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે આદરણીય લોક સાહિત્યકાર શ્રી પોપટભાઈ માલધારી અને જાણીતા વ્યક્તિત્વ શ્રી રમણીકભાઈ ધાધલ્યાની ખાસ ઉપસ્થિતીએ કાર્યક્રમને વધુ પ્રેરણાદાયી બનાવ્યો.
તદુપરાંત તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણાભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ભીમજીભાઈ પંડ્યા અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રી રાજનભાઈ ભટ્ટ, મુકેશભાઈ મકવાણા, અરવિંદભાઈ ડોડીયા અને તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા આગામી વિકાસયજ્ઞમાં સક્રિયતાથી જોડાવા આહ્વાન કર્યું. ધારાસભ્યશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી. જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ મેરે પક્ષ દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોનું માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમના યજમાન તરીકે ભાવનગર જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મંગાભાઈ બાબરીયાએ બહોળી સંખ્યામાં હાજરી બદલ આગેવાનો, કાર્યકર્તાઓ અને લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રસાદીરૂપે ભોજન લીધું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મંગાભાઈ બાબરીયા, માનભાઈ, તેમજ તુલસીભાઈ મકવાણા દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું.
















