શ્રી દિનેશ વર્માએ 04.08.2025 (સોમવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળ્યો. આ પહેલા, શ્રી દિનેશ વર્મા લખનૌના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર / ટેલિકોમ / RDSO તરીકે કાર્યરત હતા.
શ્રી દિનેશ વર્મા ભારતીય રેલવે સિગ્નલ એન્જિનિયરિંગ સર્વિસ (IRSSE) ના 1995 બેચના વરિષ્ઠ અધિકારી છે. તેમણે ગોરખપુરની મદન મોહન માલવીય યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે. શ્રી દિનેશ વર્માએ દક્ષિણ પૂર્વ રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને પૂર્વ કોસ્ટ રેલવેના ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. તેમણે ઝાંસી/ઉત્તર મધ્ય રેલવેમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર અને DFCCIL માં જનરલ મેનેજર/S&T તરીકે પણ કામ કર્યું છે.