પાલીતાણા તાલુકાના આદપુર ગામે વન્ય પ્રાણી દિપડા દ્વારા વાડી વિસ્તારમાં રહેતા કાંતુબેન મકવાણા નામના આધેડ મહિલા ઉપર હુમલાનો બનાવ બનવા પામેલ હતો અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન ભાવનગર સર્ટિ હૉસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું
માનવ મ્રૂત્યુના બનાવ અનુ સંધાને પાલીતાણા વન્ય જીવ રેન્જ DCF જયંત પટેલ સાહેબની સુચના મુજબ RFO બી.ટી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તુરંત વન્ય પ્રાણી દિપડાને પાજરે પુરવા માટે પાલીતાણા વન્ય જીવ રેન્જ સ્ટાફ દ્વારા ચાર અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવી હતી જેમ સાજના અંદાજે 10-00 વાગ્યા ના અરસામાં ગણતરીના કલાકોમાં માંજ દિપડાને પાજરે પુરવામા સફળતા મળી હતી અને દિપડાને હાલ ગેબર એનિમલ કેર સેન્ટરમાં મહુવા ખાતે ચેકઅપ માટે મોકલી દેવામાં આવ્યો છે
ત્યારે હવે લોકોને ભયમા રહેવાની કોઈ જરૂર નથી પરંતુ વન્ય રેન્જ તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને રાત્રિ દરમિયાન એકલા બહાર જવું તે ટાળવું જોઈએ અને રાત્રી દરમિયાન બહાર નીકળતા પૂરી ખાતરી અને કાળજી રાખવી જરૂરી છે કારણ કે વન્ય પ્રાણી હોય તે ક્યારેક કઈ જગ્યા પર જતા રહે છે તેનો કોઈને અંદાજો પણ નથી હોતો તો હાલ તો દીપડો પાંજરે પુરાણો છે લોકોને ડરવાની કોઈ જરૂર નથી પરંતુ કાળજી રાખવી તે આપણી સૌ કોઈની ફરજમાં હોય છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા