વલ્લભીપુર ઉમરાળા હાઈવે રોડ પર ગઈકાલે સવાર ના સુમારે ઓવરટેક કરવા જતા પૂરપાટ ઝડપે આવી રહેલી કાળમુખી કારે બન્ને પરિવારના દીપકો સદાય માટે બુઝવી નાખ્યા છે
ઘટનાના અનુસંધાને આજરોજ ઉમરાળા ગામે વણકર સમાજના મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બિપીનભાઇ ડાભીનું મોડી રાત્રે અમદાવાદ સરકાર હોસ્પિટલમાં સારવારના અભાવના કારણે કરૂણ મુત્યુ નીપજ્યું હતું.
ત્યારે આજરોજ તેના મૃત શરીરને ઉમરાળા ગામે લાવતા આખુંય ઉમરાળા ગામ હીબકે ચડ્યું હતું.
એમની સ્મશાન યાત્રામાંવણકર સમાજના આગેવાનો,ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી ભાવેશભાઈ વ્યાસ, ઉમરાળા ગામના તમામ સમાજ ના આગેવાનો, વેપારીઓ દ્વારા પરિવાર ઉપર આવી પડેલા દુઃખદ અવસાન માં આશ્વાસન આપીને પરિવાર ને હિંમત આપી હતી
સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે દોષિતને સજા થાય અને બંને પરિવારને સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે.
દિવાળી જેવા મહાપર્વના દિવસે જ વલભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા દોદરીયા સુનિલભાઈ રાજુભાઈનું ગઈકાલે અવસાન થયું હતું ત્યાર બાદ આજે મોડી સાંજે અમદાવાદ ખાતે બિપીનભાઈ ડાભીનું પણ અવસાન થતાં વલભીપુર તેમજ ઉમરાળા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર